ચાના એક કપ કરતાં પણ મરચાંના ભાવ ઓછા, ખેડૂતો મુશ્કેલીમાં
ભાવનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : મરચાંના ભાવમાં આવેલા ભારે ઘટાડાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતીના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ બજારમાં મરચાંના ભાવ તળિયે પહોંચતાં ખેડૂતો માટે ઉત્પાદન ખર્ચ પણ વસૂલ કરવો મુશ્કેલ બન્યો છે. હાલ
મરચા


ભાવનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : મરચાંના ભાવમાં આવેલા ભારે ઘટાડાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતીના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ બજારમાં મરચાંના ભાવ તળિયે પહોંચતાં ખેડૂતો માટે ઉત્પાદન ખર્ચ પણ વસૂલ કરવો મુશ્કેલ બન્યો છે. હાલ ખેડૂતોને મરચાંના પ્રતિ કિલો આશરે રૂ. 5નો ભાવ મળી રહ્યો છે. આ ભાવ ચાના એક કપ કરતાં પણ ઓછો હોવાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ સિઝનની શરૂઆતમાં મરચાંના ભાવ સારા હતા અને પ્રતિ કિલો આશરે રૂ. 60 સુધી ભાવ મળ્યા હતા. શરૂઆતના સારા ભાવને જોતા ખેડૂતોને યોગ્ય આવકની આશા હતી. જોકે, બજારમાં આવક વધતા ભાવમાં સતત ઘટાડો થયો અને હાલ તે ઘટીને રૂ. 5ની આસપાસ પહોંચી ગયો છે.

મરચાંની ખેતીમાં બિયારણ, ખાતર, દવા, પાણી અને મજૂરી સહિતના ખર્ચને કારણે એક વીઘા દીઠ રૂ. 40 થી 45 હજાર સુધીનો ખર્ચ થતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ઉત્પાદન સારું હોવા છતાં ઓછા ભાવના કારણે આ ખર્ચ પણ પરત મેળવવો મુશ્કેલ બન્યો છે.

ખેડૂત કાનજીભાઈ ભગવાનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, એક વીઘામાં મરચાંના વાવેતર પાછળ અંદાજે રૂ. 40 થી 45 હજારનો ખર્ચ થયો છે. ઉત્પાદન સારું છે, પરંતુ હાલ પ્રતિ કિલો માત્ર રૂ. 5 ભાવ મળે છે. શરૂઆતમાં રૂ. 40 થી વધુ ભાવ હતો. ખેડૂતોને યોગ્ય વળતર મેળવવા માટે પ્રતિ કિલો રૂ. 50થી વધુ ભાવ મળવો જરૂરી છે.

ખેડૂત લાલજીભાઈ સોલંકીએ પણ જણાવ્યું કે વધતા ખેતી ખર્ચ સામે મરચાંના ભાવ ખૂબ ઓછા મળતા ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande