ભાવનગર ખાતે દિશા કમિટીની બેઠક યોજાઈ, વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ
ભાવનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સ
બેઠક


ભાવનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ચાલી રહેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

નિમુબેન બાંભણીયાએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે અધિકારીઓને યોગ્ય આયોજન સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોની પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપી યોજનાઓનો અસરકારક અમલ થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.

જિલ્લામાં પ્રગતિ હેઠળના વિકાસકાર્યો ગુણવત્તાસભર રીતે અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ કામગીરીની સતત દેખરેખ રાખવા તાકીદ કરવામાં આવી હતી. સમયમર્યાદામાં કામ પૂર્ણ ન કરનાર એજન્સીઓ સામે જરૂરી કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી હતી.

બેઠકમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા યોજના અને રેલવે સહિતની વિવિધ યોજનાઓ હેઠળ થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં મેયર ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિત દિશા કમિટીના આમંત્રિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંબંધિત વિભાગોના અધિકારીઓએ યોજનાઓ હેઠળની કામગીરી અને પ્રગતિની વિગતો રજૂ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande