પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ સેફટી ટીમની બેકરી પ્રોડક્ટ્સના ધંધાર્થીઓ સામે તપાસ.
પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ સેફટી ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી બેકરી પ્રોડક્ટ્સની ફ્રેન્ચાઇઝી, ઉત્પાદન તથા છૂટક વેચાણ કરતી દુકાનોમાં તપાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિય
પોરબંદર    મહાનગરપાલિકાની ફૂડ સેફટી  ટીમની બેકરી પ્રોડક્ટ્સના  ધંધાર્થીઓ  સામે  તપાસ.


પોરબંદર    મહાનગરપાલિકાની ફૂડ સેફટી  ટીમની બેકરી પ્રોડક્ટ્સના  ધંધાર્થીઓ  સામે  તપાસ.


પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર

મહાનગરપાલિકાની ફૂડ સેફટી ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી બેકરી

પ્રોડક્ટ્સની ફ્રેન્ચાઇઝી,

ઉત્પાદન તથા છૂટક વેચાણ કરતી દુકાનોમાં

તપાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન તમામ ધંધાર્થીઓને ફૂડ સેફટી એક્ટના

નિયમોનું પાલન કરવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

ખાસ

કરીને વાસી ખાદ્ય પદાર્થોનું વેચાણ ન કરવું, ખાદ્ય પદાર્થોના સંગ્રહ તથા વેચાણ દરમિયાન સ્વચ્છતા જાળવવી, એક્સપાયરી ડેટ વાળા ખાદ્ય પદાર્થોનું

વેચાણ ન કરવું તેમજ ખાદ્ય સુરક્ષા સંબંધિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અંગે

ધંધાર્થીઓને સમજ આપવામાં આવી હતી.

મહાનગરપાલિકાના

ફૂડ વિભાગની ટીમ દ્વારા ઠક્કર પ્લોટ વિસ્તારમાં આવેલી બેકરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન

કરતી પેઢીઓમાં તપાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફૂડ સેફટીના નિયમોનું પાલન ન

થતું હોવાનું જણાતા નૂરી બેકરી, નેશનલ

બેકરી, ઈગલ બેકરી, અનમોલ બેકરી અને ઈટાલિયન બેકરી પાસેથી

નિયમોનું પાલન ન કરવા બદલ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ પાંચેય ધંધાર્થીઓ

પાસેથી કુલ રૂ. 2500 નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.

પોરબંદર

મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને સ્વચ્છ અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે

માટે ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન, સંગ્રહ

તથા વેચાણ કરતા તમામ ધંધાર્થીઓને ફૂડ સેફટીના નિયમોનું પાલન કરવા તેમજ ખાદ્ય

પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande