મહુવામાં 623 વયોવૃદ્ધજનોને રૂ. 59.38 લાખની સાધન સહાયનું નિઃશુલ્ક વિતરણ થશે
ભાવનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધનોના નિઃશુલ્ક વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ BAPS
સાધન વિતરણ કાર્યક્રમ યોજાશે


ભાવનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધનોના નિઃશુલ્ક વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ BAPS સ્વામિનારાયણ મંદિરમાં યોજાનારા કેમ્પમાં ૬૨૩ વયોવૃદ્ધજનોને રૂ. ૫૯.૩૮ લાખના ખર્ચે કુલ ૩,૪૧૨ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવશે.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ કેમ્પમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય તથા ALIMCOના સહયોગથી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

લાભાર્થીઓને ૭૯ વ્હીલચેર, ૫૦૪ ચાલવાની લાકડીઓ, ૬૧૨ શ્રવણયંત્રો, ૯૪ કૃત્રિમ દાંત, ૪૨૯ કમરના પટ્ટા, ૧,૦૯૦ ઘૂંટણ સપોર્ટ, ૪૦ ખભાના સપોર્ટ, ૯૦ વોકર, ૨૮૦ સીટ કુશન અને ૧૯૪ કોમોડ સ્ટૂલ સહિતના સાધનો આપવામાં આવશે.

ભાવનગર જિલ્લામાં યોજનાનો લાભ પહોંચાડવા માટે ૨૦૨૫ દરમિયાન તાલુકાવાર તપાસ અને મૂલ્યાંકન કેમ્પ યોજાયા હતા. તેના આધારે કુલ ૮,૦૯૧ વરિષ્ઠ નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. તેમને કુલ ૪૫,૯૬૮ સહાયક સાધનો, અંદાજિત રૂ. ૭.૬૫ કરોડના મૂલ્યના, નિઃશુલ્ક આપવામાં આવનાર છે.

સહાયક સાધનો દ્વારા વયોવૃદ્ધજનોની ગતિશીલતા વધારવા, દૈનિક જીવન સરળ બનાવવા અને સ્વાવલંબનને પ્રોત્સાહન આપવાનો હેતુ છે. કેમ્પમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande