ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર, 11 ઓક્ટોબરે મતદાન અને 13મીએ પરિણામ
- આજથી આચારસંહિતા લાગુ, 2.59 લાખ મતદારો મતદાન કરશે ગાંધીનગર16 સપ્ટેમ્બર (હિ.સ.) મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્યક્રમ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર મનપા માટે આગામી 11
Gandhinagar Municipal Corporation election date announced


- આજથી આચારસંહિતા લાગુ, 2.59 લાખ મતદારો મતદાન કરશે

ગાંધીનગર16 સપ્ટેમ્બર (હિ.સ.) મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્યક્રમ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર મનપા માટે આગામી 11 ઓક્ટોબર, 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીની જાહેરાત સાથે જ ગાંધીનગર શહેરમાં રાજકીય ગતિવિધિઓ પણ તેજ બનશે.

ગાંધીનગર મહાનગરપાલિકામાં કુલ 11 વોર્ડ અને 44 બેઠકો છે. આગામી ચૂંટણીમાં આ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાશે.આ વખતે ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ 195 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. અંદાજે 2 લાખ 59 હજાર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

રાજ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ. મુરલીકૃષ્ણાએ આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું જાહેરનામું જાહેર કર્યું છે. ગાંધીનગર મનપા સાથે થરાદ અને ઓખા નગરપાલિકાની ચૂંટણી તેમજ એક જિલ્લા પંચાયત અને ત્રણ તાલુકા પંચાયતની પેટાચૂંટણી પણ યોજાશે. ગાંધીનગર, થરાદ અને ઓખા માટે 27 ટકા OBC અનામત મુજબ રોટેશન લાગુ કરવામાં આવશે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતા આજથી જ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે.

ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠક માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાશે. 26 સપ્ટેમ્બર ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 28મીએ ફોર્મની સ્ક્રુટિની કરાશે. 29 સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે. 11મી ઓક્ટોબરે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે અને 13મીએ મતગણતરી હાથ ધરાશે.

2 સપ્ટેમ્બરે મતદાર યાદીની ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને 14 સપ્ટેમ્બરે આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. ગાંધીનગર મનપા ચૂંટણીમાં કુલ 2,59,443 મતદારો નોંધાયા છે. જેમાં 1,32,285 પુરુષ, 1,27,149 મહિલા અને 9 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

ચૂંટણી માટે કુલ 304 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. તેમાંથી 129 સંવેદનશીલ અને 6 અતિ સંવેદનશીલ મતદાન મથકો રહેશે. ચૂંટણી પ્રક્રિયા માટે 5 R.O. અને 5 A.R.O.ની વ્યવસ્થા કરવામાં આવી છે.

ચૂંટણી કામગીરી માટે પોલિંગ સ્ટાફ સહિત પોલીસ કર્મચારીઓની પણ વ્યવસ્થા કરાઈ છે. 1,520 પોલિંગ સ્ટાફ અને 1,130 પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. ચૂંટણી કામગીરીમાં કુલ આશરે 2,200 કર્મચારીઓ જોડાશે.

ગાંધીનગર મનપા ચૂંટણી EVMથી યોજાશે. ચૂંટણી માટે 730 B.U. અને 364 C.U.ની વ્યવસ્થા કરવામાં આવી છે.

ચૂંટણી લડનારા ઉમેદવારો માટે પણ મહત્વની જોગવાઈઓ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ માટે નવું બેંક એકાઉન્ટ ખોલવાનું રહેશે. સાથે જ સ્ટાર પ્રચારકોની સંખ્યા માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે. 20 અને 10 સ્ટાર પ્રચારકોની મર્યાદા રાખવામાં આવી છે.

આમ, ગાંધીનગર મનપાની ચૂંટણી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે અને આગામી દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરાવા સાથે ચૂંટણીનો માહોલ વધુ ગરમાશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande