જામનગર : સરકારી યોજનાઓનો લાભ ઘરઆંગણે આપવા કાલાવડ તાલુકાના ૮ ગ્રામ ક્લસ્ટરોમાં 'સેવાસેતુ' કેમ્પ યોજાશે
જામનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વસતા નાગરિકોને તેમના ઘરની નજીકના સ્થળેથી જ વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો સરાહનીય લાભ મળી રહે તે હેતુથી કાલાવડ તાલુકામાં ''સેવાસેતુ'' કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
સેવાસેતુ


જામનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વસતા નાગરિકોને તેમના ઘરની નજીકના સ્થળેથી જ વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો સરાહનીય લાભ મળી રહે તે હેતુથી કાલાવડ તાલુકામાં 'સેવાસેતુ' કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાએ ક્લસ્ટર પદ્ધતિથી આયોજિત થનારા આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં મુખ્ય કેન્દ્ર તરીકે પસંદ કરાયેલા ગામોની સાથે આસપાસના અન્ય સંકળાયેલા ગામોના નાગરિકોને પણ એક જ સ્થળેથી વિવિધ સરકારી સેવાઓ સરળતાથી મળી રહે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

તાલુકા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, આવનારી તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ મુળીલા ક્લસ્ટર હેઠળ દાણીધાર ખાતે સેવાસેતુ કેમ્પ યોજાશે, જેમાં બાલંભડી, ભગત ખીજડીયા, કોઠા ભાડુકીયા, ખીજડીયા, મોટા ભાડુકીયા, ટોકા, લ.ભાડુકીયા, બામણગામ, નપાણિયા ખીજડીયા, સણોસરા, ખરેડી અને મુળીલા ગામના લોકોને સેવાઓ મળશે. ત્યારબાદ તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ નાનાવડાળા ગામે પટેલ સમાજ ખાતે કેમ્પનું આયોજન કરાશે, જેમાં ડાંગરવાડા, ડેરી, બેડીયા, પીપર, રાજડા, માખાકરોડ, કાલમેઘડા, મોરીદડ, ગુંદા, મેટીયા અને ધાં પીપળીયા સહિતના ગ્રામજનો લાભ લઈ શકશે.

ત્યારબાદ તા. ૨૮ સપ્ટેમ્બરના રોજ મોટી માટલી પ્રાથમિક શાળા ખાતે યોજાનાર કેમ્પમાં ખાનકોટડા, ખંઢેરા, હરીપર, વોડીસાંગ, સરાપાદર, બાંગા, બેરાજા, નાની ભલસાણ, ડું. દેવળીયા, રામપર, રવશીયા અને મોટી માટલીના લોકોને લાભ અપાશે. જ્યારે તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ જીવાપર ગામે સમાજ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે, જેમાં વિભાણિયા, મકાજી મેધપર, મોટી નાગાજર, નાની નાગાજર, કૃષ્ણનગર, સતીયા, સોરઠા, વિરવાવ, ભીમાનું ગામ, બાવા ખાખરીયા, ભાયુ ખાખરીયા, પીઠડીયા, પીઠડપુર, મોટાવડાળા અને જીવાપરના લોકોને આવરી લેવાશે.

આ માસના અંતિમ તબક્કા બાદ ઓક્ટોબર માસમાં પણ સેવાસેતુની ઝુંબેશ ચાલુ રહેશે. તા. ૧ ઓક્ટોબરના રોજ નવાગામ તાલુકા શાળા ખાતે ધૂન ધોરાજી, ઉમરાળા, હ.સરવાળીયા, મોટી વાવડી, મેવાસા, હરીપર, જામવાડી, જાલણસર, રીનારી, માછરડા, ફગાસ, ભંગડા અને નવાગામ માટે કેમ્પ યોજાશે. તા. ૫ ઓક્ટોબરના રોજ નાની ભગોડી હાઇસ્કુલ ખાતે લક્ષ્મીપુર(દૂધાળા), દાવલી, મોટી ભગોડી, નાગપુર, ગોલણીયા, લલોઈ, ગલપાદર, હંસ્થળ, ચેલાબેડી, નાની વાવડી, નાની બાદનપર અને નાની ભગેડીના લોકો માટે કેમ્પ યોજાશે.

અંતિમ ચરણમાં તા. ૭ ઓક્ટોબરના રોજ મોટા પાંચદેવડા ગામે હાઇસ્કુલ ખાતે અરલા, નાના પાંચદેવડા, છતર, મછલીવડ, બોડી, સાવલી, મોરવાડી, વજીર ખાખરીયા, સનાળા, પીપળીયા, સરવાણીયા અને મોટા પાંચદેવડાના ગ્રામજનો માટે સેવાસેતુ કેમ્પ યોજાશે. જ્યારે તા. ૮ ઓક્ટોબરના રોજ આણંદપર કુમાર પ્રાથમિક શાળા ખાતે જશાપર, મણવર ખીજડીયા, શીશાંગ, નવા ખાખરીયા, રાજસ્થળી, ખી.સણોસરા, નિકાવા, પાતામેધપર, ખડ ધોરાજી, જુવાનપુર અને આણંદપરના લોકો માટે કેમ્પનું આયોજન કરાયું છે.

આ તમામ ક્લસ્ટરોમાં મુખ્ય ગામો ઉપરાંત આસપાસના અનેક ગામોને આવરી લેવામાં આવ્યા છે જેથી મહત્તમ ગ્રામજનોને સરકારી સેવાઓનો લાભ મળી રહે. જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી દ્વારા તમામ ગ્રામજનોને આ સેવાસેતુ કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande