પોરબંદરની સોની બજારમાં જ્વેલર્સની દુકાનમાં ભીષણ આગ
પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદરની સોની બજારમાં આવેલી પારૂલ જ્વેલર્સની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે ઇન્વર્ટરમાં અચાનક આગ લાગતાં દુકાનમાં અફરાતફરી મચી હતી. આગ ધીમે ધીમે સમગ્ર દુકાનમાં ફેલાઈ જતા ઘટનાની જાણ પોરબંદર મહાનગરપાલિકાના ફાયર
પોરબંદરની  સોની  બજારમાં  જ્વેલર્સ ની  દુકાનમાં  ભીષણ આગ.


પોરબંદરની  સોની  બજારમાં  જ્વેલર્સ ની  દુકાનમાં  ભીષણ આગ.


પોરબંદરની  સોની  બજારમાં  જ્વેલર્સ ની  દુકાનમાં  ભીષણ આગ.


પોરબંદરની  સોની  બજારમાં  જ્વેલર્સ ની  દુકાનમાં  ભીષણ આગ.


પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદરની સોની બજારમાં આવેલી પારૂલ

જ્વેલર્સની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે ઇન્વર્ટરમાં અચાનક આગ લાગતાં દુકાનમાં અફરાતફરી મચી હતી. આગ ધીમે ધીમે સમગ્ર દુકાનમાં ફેલાઈ જતા ઘટનાની જાણ પોરબંદર મહાનગરપાલિકાના ફાયરએન્ડ ઇમરજન્સી વિભાગને કરવામાં આવી હતી.

કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. દુકાન ખૂબ સાંકડી હોવાની સાથે અંદર ધુમાડો પણ મોટા પ્રમાણમાં ભરાઈ ગયો હોવાથી ફાયર જવાનો માટે અંદર પ્રવેશ કરવો મુશ્કેલ બન્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા બહારની બાજુ થી બે ફાયરવાહનોની મદદ થી આગ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર ટીમે સતત ત્રણ કલાક સુધી જહેમત ઉઠાવી આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી. ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીના કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી અને મોટી જાનહાનિ ટળી હોવાનું જણાવાયું છે.

આગના કારણે દુકાનમાં નુકસાન થયું હોવા છતાં ફાયર વિભાગની સતર્કતાથી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande