
પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર
જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 17 સપ્ટેમ્બરે વિવિધ સ્થળોએ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ
નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા સ્વૈચ્છિક
રક્તદાનને પ્રોત્સાહન આપવા આ કેમ્પ યોજાશે.
કુતિયાણા તાલુકામાં સુદામા ડેરી અને કડેગી પ્રાથમિક શાળા ખાતે સવારે 9થીબપોરે 1 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે. રાણાવાવ તાલુકામાં પિપળીયા પ્રાથમિક
શાળા ખાતે સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી તથા રાણા કંડોરણા ગામે લિરબાઈ માતાજીના મંદિર ખાતે સાંજે 4થી રાત્રે 8 વાગ્યા સુધી કેમ્પનું આયોજન કરાયું છે. પોરબંદર
શહેરમાં બોખીરા સુદામા ડેરી ખાતે સવારે 7થી બપોરે 1 વાગ્યા સુધી અને બંગડી બજાર, કેદારેશ્વર મંદિરની બાજુમાં સાંજે 7થી રાત્રે 10 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે.
જિલ્લા
આરોગ્ય વિભાગે નાગરિકોને મોટી સંખ્યામાં
સ્વૈચ્છિક રક્તદાન કરી માનવ સેવામાં યોગદાન આપવા અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya