પ્રધાનમંત્રી મોદીની ડિગ્રી જાહેર કરવાનો કેસમાં હાઇકોર્ટે કહ્યું- 'યોગ્ય કાર્યવાહી વગર યુનિ. ખાનગી માહિતી જાહેર કરી શકે નહીં
- અપીલ બદલ કેજરીવાલને કોસ્ટ કરવો જોઈએ: સોલિસિટર જનરલ અમદાવાદ, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી જાહેર કરવાનો કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં કોર્ટ કહ્યું કે યોગ્ય કાર્યવાહી વગર યુનિ. ખાનગી માહિતી જાહેર ક
High Court gujarat5  .jpg


- અપીલ બદલ કેજરીવાલને કોસ્ટ કરવો જોઈએ: સોલિસિટર જનરલ

અમદાવાદ, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી જાહેર કરવાનો કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં કોર્ટ કહ્યું કે યોગ્ય કાર્યવાહી વગર યુનિ. ખાનગી માહિતી જાહેર કરી શકે નહીં.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું- કેજરીવાલ અને સંજયસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી ગુજરાત યુનિ.ને બદનામ કરી.મારી ડિગ્રી જાહેર કરો તો પ્રધાનમંત્રીની પણ કરો તે બાલિશ પ્રકારની દલીલ છે.

સોલિસિટર જનરલે કોર્ટને કહ્યું- કેજરીવાલની અપીલ મેરિટ પર સાંભળવામાં આવે. આ અપીલ કરવા પર પણ કોસ્ટ કરવો જોઈએ.

કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, યોગ્ય કાર્યવાહી વગર યુનિ. ખાનગી માહિતી જાહેર કરી શકે નહીં. CIC(સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન)એ આ કેસમાં ડહાપણપૂર્વક વર્તવાની જરુર હતી.

કેજરીવાલને પ્રધાનમંત્રીની ડિગ્રીમાં રસ ન હોત તો તે રિવ્યૂ અરજી દાખલ કરત નહીં. તુષાર મહેતા

સોલિસિટર જનરલે હાઈકોર્ટમાં દલીલ કરતા જણાવ્યું કે, શું માહિતીના અધિકાર હેઠળ ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થીની ડિગ્રી જાહેર કરી શકાય ? યુનિવર્સિટી લાખો વિદ્યાર્થીઓને ડિગ્રી આપતી હોય છે. પ્રધાનમંત્રી એક સંવિધાનિક પોસ્ટ પર છે. તેઓની ડિગ્રી જાહેર કરવામાં યુનિવર્સિટીને વાંધો હોય નહીં. સિંગલ જજે પણ નોંધ્યું કે, યુનિવપર્સિટીએ ડિગ્રી પબ્લિક ડોમેઈનમાં મૂકી છે. જો આ પ્રકારે ડિગ્રીઓ જાહેર કરવામાં અરજીઓ આવે તો આવી અરજીઓથી સંસ્થાઓ ઉભરાઈ જાય. અરવિંદ કેજરીવાલ કહે છે કે, તેઓએ કોઈ ડિગ્રી માગી નથી. પરંતુ, ડિગ્રી બતાડવાનો માહોલ ઉભો કરવો તે બદઈરાદાપૂર્વકનો છે. જો સિંગલ જજના હુકમ બાદ ખરેખર કેજરીવાલને પ્રધાનમંત્રી ની ડિગ્રીમાં રસ ના હોત તો તેઓ રિવ્યૂ અરજી દાખલ કરત નહીં.

કેજરીવાલ અને સંજયસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાત યુનિવર્સિટીને બદનામ કરી. જેથી યુનિવર્સિટીએ બંને સામે ડિફેમેશનની ક્રિમીનલ ફરિયાદ મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરી છે. આરટીઆઇ એક્ટમાં કેટલીક બાબતોની મુક્તિ આપવામાં આવી છે, જેમાં સેક્શન 8માં જોગવાઈઓ કરેલી છે. શું આ માહિતીમાં લોકોનું વ્યાપક હિત રહેલું છે? યુનિવર્સિટી પાસે વિધાર્થીઓની માહિતી તે ખાનગી માહિતી છે, તે સંદર્ભના ચુકાદાઓ પણ છે.પ્રાઈવસીનો સ્કોપ આજે બહુ મોટો છે. આ યુનિવર્સિટી અને વિધાર્થીઓ વચ્ચે આંતર વિશ્વાસનો સંબંધ છે. હા, કોઈ પોસ્ટ ઉપર લાયકાતનો પ્રશ્ન હોય કે ડોક્ટર બનવા માટે તબીબી ડિગ્રીની જરૂર હોય, તેની ઉપર શંકા હોય તો તેને જાહેર કરવામાં લોકહિત સમાયેલું છે. પરંતુ ફકત જિજ્ઞાસા વૃતિ હેઠળ માહિતી માંગી શકાય નહીં.

સોલિસિટર જનરલે કોર્ટ સમક્ષ કહ્યું કે, કેજરીવાલને ચીફ ઇન્ફોર્મેશન ઓફિસરે કહ્યું કે તમારી ડીગ્રી માંગી છે, તે આપીએ ? કેજરીવાલે કહ્યું પ્રધાનમંત્રીની માંગી છે તે પણ આપો.CICએ યુનિવર્સિટીને ડિગ્રી જાહેર કરવા કહ્યું. આ માહિતીની બાબતમાં પ્રધાનમંત્રી કે યુનિવર્સિટી પક્ષકાર જ નહોતા.

કોર્ટે કહ્યું- આજે એક્ટિવિસ્ટ મોટા પ્રમાણમાં ખાનગી માહિતીઓ માગે છે. CICએ આ કેસમાં ડહાપણપૂર્વક વર્તવાની જરુર હતી. આવા સંજોગોમાં આરટીઆઇ એક્ટનો દુરુપયોગ થવાની પૂરી શક્યતા છે. વ્યકિતએ પોતાની પર્સલન માહિતી જાહેર કરવી હોય તે જાતે કરશે. યોગ્ય કાર્યવાહી વગર યુનિવર્સિટી ખાનગી માહિતી જાહેર કરી શકે નહીં. સોલિસિટર જનરલે કહ્યું- અહીં ખાનગીપણાની જ વાત છે. વળી PMની પોસ્ટ માટે કોઈ ડિગ્રીની જરુર છે જ નહીં.

કોર્ટના એક ચુકાદાને ટાંકતા જણાવ્યું કે, જો વિધાર્થી પોતાની ઉત્તરવહી માંગે તો પરીક્ષા બોડી આપે, પરંતુ થર્ડ પાર્ટીને નહીં. આમ વ્યક્તિ જાતે પોતાને લગતી માહિતી માંગી શકે, થર્ડ પાર્ટી નહીં.

પરીક્ષા બોડી પાસે વિધાર્થીઓની માહિતી વિશ્વાસપાત્રતાના સિદ્ધાંત ઉપર હોય છે. માર્ક્સ, શારીરિક અને માનસિક સ્થિતિ, લખાણ, ગ્રેડ વગેરે ખાનગી માહિતી છે. શું છૂટછાટ આપવા માટે તેમાં મોટા પાયે લોકહિત સમાયેલું છે ? તે જોવું પડે. કોઈની ડિગ્રી જોવી તેની જિજ્ઞાસા હોય, પણ શું તે લોકહિતનો મુદ્દો છે ? લો ઓફિસર જે સરકારમાં હોદ્દો ધરાવતો હોય તેની ડિગ્રી જાહેર કરવાની માંગ તે લોકહિત છે, કારણ કે તે પોસ્ટ માટે તે જરૂરી છે.

તુષાર મહેતાએ કહ્યું, સિંગલ જજના હુકમમાં જણાવ્યા મુજબ ડિગ્રી નહીં ડિગ્રીની માહિતી જ પબ્લિક ડોમેઇનમાં છે. તેમ છત્તા કેજરીવાલે કેસ ચલાવે રાખ્યો, આથી તેઓને 25 હજારનો કોસ્ટ કરાયો. આ અપીલ કરવા ઉપર પણ કેજરીવાલને કોસ્ટ કરવો જોઈએ. સિંગલ જજના હુકમમાંથી કોસ્ટ અને કેજરીવાલ સામેની ટિપ્પણીને દૂર કરી શકાય નહીં.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande