માધવપુરમાં દારૂ ન આપતાં મજૂરને લોખંડના પાઇપથી માર્યો
પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : માધવપુર ગામના ગદાવાવના ઝાંપા પાસે મકાન નજીક મારામારીની ઘટના બની હતી. ફરિયાદી મેરામણ ડોકલ ફોજી પોતાના રહેણાંક મકાન પાસે હાજર હતા ત્યારે આરોપી વિજય જાનુભાઈ પરમાર ત્યાં આવ્યો હતો અને દારૂની મા
માધવપુરમાં દારૂ ન આપતાં મજૂરને લોખંડના પાઇપથી માર્યો


પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : માધવપુર

ગામના ગદાવાવના ઝાંપા પાસે મકાન નજીક મારામારીની ઘટના બની હતી. ફરિયાદી મેરામણ ડોકલ ફોજી પોતાના રહેણાંક મકાન

પાસે હાજર હતા ત્યારે આરોપી વિજય જાનુભાઈ

પરમાર ત્યાં આવ્યો હતો અને દારૂની માગણી કરી

હતી.

ફરિયાદીએ દારૂ વેચતો ન હોવાનું કહેતાં

આરોપીએ ઉશ્કેરાઈ ગાળો આપી ગાલ પર બે ઝાપટ મારી

હતી. ત્યાર બાદ લોખંડના પાઇપ વડે માથાના ભાગે

ઘા મારતાં ટાંકા જેટલી ઇજા થઈ હતી. એટલું

જ નહીં, ફરિયાદીને નીચે પાડી દાઢીના ભાગે પણ

માર મારતાં ટાંકા જેટલી ઇજા પહોંચાડ્યાનો આક્ષેપ

કરવામાં આવ્યો છે. બનાવ અંગે આરોપી વિજય પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે

હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ

કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande