
સોમનાથ 17 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ મંદિર શંખનાદ અને ડમરૂનાદથી ગૂંજી ઉઠ્યુ હતું. મંદિરમાં પ્રજ્વલિત દીવડાઓ સુશાસનના પ્રકાશના દ્યોતક બન્યા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમના દેશની જનસેવાથી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે સાંજે મંદિર પરિસર ખાતે આયોજીત કરવામાં આવેલા આશીર્વાદનો દીવડો અને મહાઆરતી અવસરે સમગ્ર મંદિર પરિસર શંખનાદ અને ડમરૂનાદથી ગૂંજી ઉઠ્યું હતું.
સાંજના સુમારે અને ઢળતી સંધ્યાએ જ્યારે સૂર્યદેવતા તેમનો પ્રકાશ જ્યારે ઓઝલ કરી રહ્યાં હતાં. ત્યારે તેવા સમયે આશીર્વાદરુપી આ દીવડાઓ સુશાસનનો પ્રકાશ પાથરી સમગ્ર જનજીવનને પ્રકાશિત કરી રહ્યાં હોય એ રીતે દેખાતા હતાં.
આ અવસરે સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાંથી પધારેલા ધાર્મિક અને ભાવિક ભક્તો પણ આવા આહલાદક અને અદભૂત ભક્તિમય વાતાવરણમાં ઓતપ્રોત થઈને સામેલ થયા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ