સેવા અને સંકલ્પ અભિયાન' અંતર્ગત કાંકરિયા 1.25 લાખ દીવડાથી ઝળહળ્યું
- અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં દીવાળી જેવો માહોલ, દીપ પ્રગટાવી મોદીના જન્મ દિવસની ઉજવણી અમદાવાદ,18 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ અને 25 વર્ષની જનસેવા અને સુશાસનની યાત્રાની ઉજવણી રૂપે ''સેવા અને સંકલ્પ અભિયાન'' અંતર્ગત
Kankaria lit up with 1.25 lakh lamps under 'Service and Commitment Campaign'


- અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં દીવાળી જેવો માહોલ, દીપ પ્રગટાવી મોદીના જન્મ દિવસની ઉજવણી

અમદાવાદ,18 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ અને 25 વર્ષની જનસેવા અને સુશાસનની યાત્રાની ઉજવણી રૂપે 'સેવા અને સંકલ્પ અભિયાન' અંતર્ગત અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેવા અને સંકલ્પ અભિયાન' અંતર્ગત કાંકરિયા 1.25 લાખ દીવડાથી ઝળહળ્યું. આ ઉપરાંત સુરત, રાજકોટ, વડોદરા સહિત રાજ્યના વિવિધ શહેરોમાં 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ યોજાયા હતા.

સૌથી પહેલા સાંજે અમિત શાહ અને મુખ્યમંત્રીએ જગન્નાથ મંદિરમાં ભગવાનની આરતી કરી પ્રધાનમંત્રી મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ તેઓ કાંકરિયા તળાવ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ભારત માતાની આરતી ઉતારી હતી. કાંકરિયા તળાવમાં 1.25 લાખ દીવડા પ્રગટાવ્યા હતા.

રાજકોટ ભાજપે ગણપતિ મહોત્સવના પંડાલમાં 'આશીર્વાદનો દિવડો' નામના કાર્યક્રમનું આયોજન કર્યું હતું.અટલબ્રિજ ખાતે યોજાયેલા ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમમાં 76 હજાર દીવડાં પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા.સુરતના નાનપુરા સ્થિત નાવડી ઓવારા અને તાપી ખાતે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો હતો. વડોદરાના સુરસાગરના કાંઠે આશરે 76 હજાર દિવડાઓ પ્રગટાવીને દીપોત્સવ મહોત્સવ યોજાયો હતો.

પ્રધાનમંત્રી મોદીનો ગુરુવારે 76મો જન્મદિવસ છે. આ પ્રસંગે દેશભરમાં સેવા-સંકલ્પ અભિયાન હેઠળ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મધ્ય પ્રદેશમાં દીપોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. સૌથી મોટું આયોજન ઉજ્જૈનમાં છે, જ્યાં શિપ્રા નદીના ઘાટો અને મહાકાલ લોકમાં 25 લાખ, જ્યારે મકાનો-દુકાનોમાં 10 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા છે.

ઉત્તરાખંડના દેહરાદૂનમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યમુના ઘાટ પર પીએમ મોદીના નામે પૂજા અને આરતી કરાવી. મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર બિહારમાં 21 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande