
ભાવનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળી, કપાસ, ડુંગળી, નારિયેળ, ઘઉં અને તલ સહિતની વિવિધ જણસોની આવક નોંધાઈ હતી. ખેડૂતો પોતાની ઉપજ વેચાણ માટે યાર્ડમાં લાવ્યા હતા. હરાજી દરમિયાન અનેક જણસોના ભાવમાં તેજી જોવા મળતાં ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો હતો.
આજે મહુવા યાર્ડમાં 350 ગુણી મગફળીની આવક નોંધાઈ હતી. મગફળી-39ના ભાવ રૂ.1,030થી રૂ.1,431 સુધી રહ્યા હતા. જ્યારે મગફળી મીનાક્ષીના ભાવ રૂ.1,386થી રૂ.1,400 અને જી-20 મગફળીનો ભાવ રૂ.1,413 સુધી રહ્યો હતો.
નારિયેળની પણ નોંધપાત્ર આવક થઈ હતી. આજે 11,510 નંગ નારિયેળનું વેચાણ થયું હતું, જેના ભાવ રૂ.399થી રૂ.3,045 સુધી રહ્યા હતા. ગઈકાલની સરખામણીએ નારિયેળના ભાવમાં રૂ.200નો વધારો નોંધાયો હતો.
ડુંગળીમાં લાલ ડુંગળીના 2,200 કટ્ટાની આવક થઈ હતી. તેના ભાવ રૂ.80થી રૂ.965 સુધી રહ્યા હતા અને ગઈકાલની સરખામણીએ રૂ.64નો વધારો નોંધાયો હતો. સફેદ ડુંગળીના 410 કટ્ટાની આવક સાથે ભાવ રૂ.292થી રૂ.606 સુધી રહ્યા હતા, જેમાં રૂ.16નો ઘટાડો થયો હતો.
ઘઉં ટુકડાના 553 કટ્ટા આવ્યા હતા અને ભાવ રૂ.495થી રૂ.647 સુધી રહ્યા હતા. સફેદ તલના ભાવ રૂ.2,001થી રૂ.2,461 તથા કાળા તલના ભાવ રૂ.1,800થી રૂ.3,599 સુધી રહ્યા હતા. તલના ભાવમાં અનુક્રમે રૂ.10 અને રૂ.29નો વધારો નોંધાયો હતો. આજે કુલ 119 કટ્ટા તલની આવક થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA