
- Golden Hour દરમિયાન ઝડપી રાહત-બચાવ, મેડિકલ સહાય, કોચ કટિંગ અને રીરેલિંગ કામગીરીનું વ્યવહારુ પરીક્ષણ
ભાવનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા સંભવિત રેલ અકસ્માત અથવા આપદાની પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક રાહત-બચાવ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના હેતુથી 18 સપ્ટેમ્બર 2026ના રોજ વેરાવળ સ્ટેશન ખાતે રેલવે અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ (NDRF)ના સંયુક્ત ઉપક્રમે વ્યાપક આપદા વ્યવસ્થાપન મોક ડ્રિલ સફળતાપૂર્વક યોજવામાં આવી હતી.
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે આ મોક ડ્રિલ ભાવનગર મંડળના મંડલ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ તથા અપર મંડલ રેલ પ્રબંધક ૠત્વિક શર્મા, વરિષ્ઠ મંડલ યાંત્રિક ઈજનેર એસ. કે. મિશ્રા અને મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડૉ. મનોજ કુમારના નિરીક્ષણ હેઠળ યોજાઈ હતી. આ દરમિયાન રેલવેના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોક ડ્રિલમાં NDRF તરફથી Assistant Commandant વિક્રમ ચૌધરીના નેતૃત્વ હેઠળ NDRFની ટીમે સક્રિય ભાગ લીધો હતો. આ ઉપરાંત SDRF, RPF, GRP, ગુજરાત રાજ્ય પોલીસ, Fire Brigade, Civil Defence, Medical Teams તથા Quick Response Team સહિત વિવિધ એજન્સીઓએ સંકલિત રીતે ભાગ લીધો હતો.
મોક ડ્રિલ અંતર્ગત એક કાલ્પનિક રેલ અકસ્માતની પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી, જેમાં કોચની અંદર મુસાફરો ફસાયેલા હોવાનું દૃશ્ય તૈયાર કરવામાં આવ્યું હતું. ઘટનાની સૂચના 10:15 વાગ્યે મળ્યા બાદ Dy. SS/વેરાવળ દ્વારા સંબંધિત અધિકારીઓ તથા લોબીને જાણ કરવામાં આવી હતી. 10:19 વાગ્યે ART/ARME તથા ARME-IIને આદેશ આપવામાં આવ્યો અને 10:20 વાગ્યે હૂટર વગાડીને આપાતકાલીન પ્રતિસાદ શરૂ કરવામાં આવ્યો.
આ જ ક્રમમાં Disaster Cell, 108 એમ્બ્યુલન્સ, Fire Brigade તથા સંબંધિત તબીબી અને પોલીસ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી. 10:22 વાગ્યે Power Block લેવામાં આવ્યો, ત્યારબાદ રાહત અને બચાવ કામગીરીનું વ્યવહારુ અભ્યાસ શરૂ કરવામાં આવ્યું. NDRFની 6મી બટાલિયનના કંટ્રોલને 10:25 વાગ્યે જાણ કરવામાં આવી.
ART Truck 10:26 વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યું. રેલવેની ART/ARME ટીમ દ્વારા 10:30 વાગ્યે કોચની વિન્ડો કટિંગ શરૂ કરવામાં આવી તથા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કોચની છતનું કટિંગ કરવાની કામગીરીનું પણ અભ્યાસ કરવામાં આવ્યું. NDRF ટીમ દ્વારા 10:35 વાગ્યે બચાવ કામગીરી શરૂ કરીને ફસાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી.
મોક ડ્રિલ દરમિયાન કુલ 12 કાલ્પનિક પીડિતોને 10:39 વાગ્યાથી 10:58 વાગ્યાની વચ્ચે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા. આ અભ્યાસ દ્વારા Golden Hour દરમિયાન વિવિધ એજન્સીઓના ઝડપી પ્રતિસાદ અને સંયુક્ત કાર્યક્ષમતાનું વ્યવહારુ પરીક્ષણ કરવામાં આવ્યું.
રેસ્ક્યુ કામગીરી બાદ સંબંધિત કોચનું રીરેલિંગ કાર્ય 10:58 વાગ્યે શરૂ કરવામાં આવ્યું અને 11:04 વાગ્યે કોચને સફળતાપૂર્વક રીરેલ કરવામાં આવ્યો. Fire Brigade દ્વારા અગ્નિશમન કામગીરીનો પણ અભ્યાસ કરવામાં આવ્યો, જે 11:05 વાગ્યે શરૂ થઈને 11:07 વાગ્યે પૂર્ણ કરવામાં આવી.
મોક ડ્રિલ દરમિયાન તબીબી તથા એમ્બ્યુલન્સ વ્યવસ્થાનું પણ વ્યવહારુ પરીક્ષણ કરવામાં આવ્યું. પ્રથમ એમ્બ્યુલન્સ 10:27 વાગ્યે, બીજી એમ્બ્યુલન્સ 10:30 વાગ્યે તથા ICU એમ્બ્યુલન્સ 10:37 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી.
રેલવે મેડિકલ ટીમ તથા NDRF મેડિકલ ટીમ દ્વારા કાલ્પનિક ઇજાગ્રસ્તો/પીડિતોને પ્રાથમિક સારવાર તથા તબીબી સહાય પૂરી પાડવાની પ્રક્રિયાનું અભ્યાસ કરવામાં આવ્યું. આ ઉપરાંત પોલીસ તથા વહીવટી એજન્સીઓ સાથે ઝડપી માહિતીના આદાન-પ્રદાન અને સંકલનની વ્યવસ્થાનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું.
સંયુક્ત આપત્તિ વ્યવસ્થાપન મોક ડ્રિલમાં કુલ 225 કર્મચારીઓ તથા દળના સભ્યોએ ભાગ લીધો, જેમાં 154 રેલવે કર્મચારીઓ તથા અન્ય એજન્સીઓના 71 સભ્યો સામેલ હતા. રેલવેના Mechanical, Medical, Electrical, TRD, Telecom, Signal, Operating તથા Engineering વિભાગો ઉપરાંત NDRF, SDRF, RPF, GRP, Fire Brigade, Civil Defence તથા Quick Response Team દ્વારા સક્રિય અને સંકલિત ભાગીદારી કરવામાં આવી.
આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ અભ્યાસ
આ સંયુક્ત મોક ડ્રિલનો મુખ્ય ઉદ્દેશ વાસ્તવિક રેલ અકસ્માત અથવા આપત્તિની પરિસ્થિતિમાં Golden Hour દરમિયાન ઝડપી પ્રતિસાદ, ફસાયેલા મુસાફરોનું સુરક્ષિત રેસ્ક્યુ, Coach Cutting, Medical Aid, Fire Fighting, Rerailing, સંચાર વ્યવસ્થા તથા વિવિધ એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલન અંગેની તૈયારીઓનું પરીક્ષણ કરવાનો હતો.
આ અભ્યાસ દ્વારા રેલવે તથા વિવિધ આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓની સંયુક્ત કાર્યક્ષમતા, સતર્કતા તથા આપાતકાલીન પ્રતિસાદ વ્યવસ્થાનું વાસ્તવિક પરિસ્થિતિને અનુરૂપ વ્યવહારુ પરીક્ષણ કરવામાં આવ્યું.
ભાવનગર મંડળ દ્વારા આવા સંયુક્ત અભ્યાસોના માધ્યમથી આપત્તિની પરિસ્થિતિમાં મુસાફરોની સુરક્ષા તથા ઝડપી રાહત-બચાવ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ વિવિધ એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલનની ખાતરી કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ