જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લા ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવાયો
જુનાગઢ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના ૨૫ વર્ષ અને તેમના જન્મદિવસે શરૂ થયેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લા ખાતે વડાપ્રધાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા આશીર્વાદનો દીવો પ્રગટાવવામાં આવ્
જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લા ખાતે સેવા સંકલ્પ અભિયાન


જુનાગઢ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના ૨૫ વર્ષ અને તેમના જન્મદિવસે શરૂ થયેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લા ખાતે વડાપ્રધાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા આશીર્વાદનો દીવો પ્રગટાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકરની ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેમણે સખી મંડળના બહેનો, જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓ સહિતના નાગરિકો સાથે દીપ પ્રજ્વલિત કરી, વડાપ્રધાન સતત રાષ્ટ્રનીસેવા કરતા રહે તે માટે તેમના દીર્ધાયુ અને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી.

આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત રાજ્યમાં ૧૩ વર્ષના મુખ્યમંત્રી તરીકેના અને ૧૧ વર્ષ દેશના પ્રધાનમંત્રી તરીકે સેવા આપીને જનસામાન્યના જીવનમાં જુદી જુદી કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી મહત્વપૂર્ણ પરિવર્તન લાવ્યું છે. લોકોનું જીવન ધોરણ પણ ઊંચું આવી રહ્યું છે. વડાપ્રધાનએ ઘણી યોજનાઓ થકી લોકોના જીવનમાં આશાનો દીપક પ્રગટાવ્યો છે. તેમણે ચાલી રહેલા ગણેશ ઉત્સવનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન દેશની અવિરત સેવા કરતા રહે તે માટે શુભકામના વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમના પ્રારંભે વંદે માતરમના ગાન કરવામાં આવ્યું હતી. અંતે 'આશીર્વાદનો દીવો' પ્રગટાવી કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી થયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande