ભાવનગર જિલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ૯ ઓક્ટોબર સુધી ઓનલાઇન નોંધણી
ભાવનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.)ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના ખરીફ પાકો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તા. ૧૦ સપ્ટેમ્બરથી શરૂ થઈ છે, જે તા. ૯ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ચાલુ ર
પાક ફાઈલ ફોટો


ભાવનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.)ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના ખરીફ પાકો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તા. ૧૦ સપ્ટેમ્બરથી શરૂ થઈ છે, જે તા. ૯ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ચાલુ રહેશે. ખેડૂતોને નિયત સમયમર્યાદામાં નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જાહેર કરાયેલા ટેકાના ભાવ મુજબ મગફળીનો ભાવ રૂ. ૭,૫૧૭, મગનો રૂ. ૮,૭૮૦, અડદનો રૂ. ૮,૨૦૦ તથા સોયાબીનનો રૂ. ૫,૭૦૮ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે.

ખેડૂતો પીએમ-આશા પોર્ટલ પર જાતે ઓનલાઇન નોંધણી કરી શકશે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાના ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ. મારફતે તેમજ ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ દ્વારા વિનામૂલ્યે નોંધણી કરાવી શકાશે. ટેકાના ભાવે નોંધણી કરાવતા પહેલાં ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

ફાર્મર રજીસ્ટ્રેશનમાં સમાવિષ્ટ સર્વે નંબરનો વિસ્તાર જ નોંધણી માટે ધ્યાને લેવામાં આવશે. તેથી ખેડૂતોએ પોતાના તમામ સર્વે નંબરો આવરી લેવાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. ઓનલાઇન નોંધણી કરાવેલા ખેડૂતો પાસેથી જ ટેકાના ભાવે પાકની ખરીદી કરવામાં આવશે.

નોંધણી માટે આધાર કાર્ડ, ૭/૧૨ તથા ૮-અની નકલ, ફોર્મ નં. ૧૨માં વાવેતરની નોંધ ન હોય તો સંબંધિત સર્વે નંબરમાં પાકનું વાવેતર કર્યાનો તલાટીનો દાખલો, બેંક પાસબુક અને IFSC કોડ અથવા કેન્સલ ચેક રજૂ કરવાનો રહેશે.

જિલ્લાના ખેડૂતોને સમયમર્યાદામાં ઓનલાઇન નોંધણી કરાવી ટેકાના ભાવે ખરીદી યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande