દાંડી બીચ પર ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર 5.0’ અંતર્ગત વિશાળ સ્વચ્છતા અભિયાન
નવસારી, 19 સપ્ટેમ્બર (હિ.સ.)-ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલયના ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર 5.0’ અભિયાન અંતર્ગત ઐતિહાસિક દાંડી બીચ ખાતે વિશાળ દરિયાકિનારા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. ધારાસભ્ય આર.સી. પટેલની અધ્યક્ષતામાં યોજાય
દાંડી બીચ પર ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર ૫.૦’


નવસારી, 19 સપ્ટેમ્બર (હિ.સ.)-ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલયના ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર 5.0’ અભિયાન અંતર્ગત ઐતિહાસિક દાંડી બીચ ખાતે વિશાળ દરિયાકિનારા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.

ધારાસભ્ય આર.સી. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ અભિયાનમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયના નોડલ અધિકારી, પ્રાંત અધિકારી તેમજ વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અભિયાન દરમિયાન દાંડીના દરિયાકિનારાને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અભિયાનમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, સ્વયંસેવકો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહિયારા પ્રયાસોથી દરિયાકિનારા પરથી પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે દરિયાઈ પર્યાવરણનું સંરક્ષણ, પ્લાસ્ટિકનો ઘટાડો અને દરિયાકિનારાની સ્વચ્છતા જાળવવામાં જનભાગીદારીના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. દરિયો અને દરિયાકિનારો પર્યટનની સાથે પર્યાવરણ તથા જૈવવિવિધતાના સંરક્ષણ માટે પણ મહત્વપૂર્ણ હોવાથી નાગરિકોને સ્વચ્છતા જાળવવામાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.

‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર 5.0’ અંતર્ગત યોજાયેલા આ અભિયાન દ્વારા દાંડી બીચને સ્વચ્છ રાખવા સાથે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાનો જનસંદેશ આપવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande