

પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરના રોહિતનગર અને નંદાપુરા વિસ્તારના રહીશોએ આગામી ઉજાણી પ્રસંગને ધ્યાનમાં રાખીને વિસ્તારની સફાઈ અને જરૂરી કામગીરી કરવા રજૂઆત કરી હતી. આ અંગે વોર્ડ નંબર-૮ના કોર્પોરેટર તથા પાટણ નગરપાલિકાના બાંધકામ ચેરમેન અમિષાબેન સંજયભાઈ મોદીને લેખિતમાં જાણ કરવામાં આવી હતી.
રોહિત સમાજના ઉજાણી પ્રસંગનું મહત્વ ધ્યાને લઈ અમિષાબેન મોદીએ તાત્કાલિક નગરપાલિકાના સ્ટાફને સ્થળ પર મોકલી સફાઈ કામગીરી શરૂ કરાવી હતી. તેમના વતી પાટણ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી સંજયભાઈ મોદી સ્થળ પર હાજર રહ્યા હતા. બલિયા હનુમાન મંદિર તેમજ રોહિતનગર વિસ્તારમાં સફાઈ સાથે રોડ રોલર ફેરવવાની કામગીરી પણ કરવામાં આવી હતી.
નગરપાલિકાની ઝડપી કામગીરીથી ઉજાણી પ્રસંગ પહેલાં વિસ્તાર સ્વચ્છ અને વ્યવસ્થિત બનતા સ્થાનિક રહીશો તથા રોહિત સમાજના આગેવાનોએ સંતોષ વ્યક્ત કરી આભાર માન્યો હતો. આ કામગીરી દરમિયાન સામાજિક આગેવાન સુરેશભાઈ અમરતભાઈ પરમાર સહિત સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ