પાટણમાં અચાનક વાતાવરણમાં પલટો, સાંજે ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી-પાણી થયા
પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણ શહેરમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં ઘેરા કાળા વાદળો છવાયા બાદ પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. દિવસભરની ગરમી બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હ
પાટણમાં અચાનક વાતાવરણમાં પલટો, સાંજે ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી-પાણી થયા


પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.)

પાટણ શહેરમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં ઘેરા કાળા વાદળો છવાયા બાદ પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. દિવસભરની ગરમી બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી.

અચાનક શરૂ થયેલા ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર ટૂંકા સમયમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહારને અસર પહોંચી હતી. કેટલાક વિસ્તારોમાં પાણીનો નિકાલ ધીમો હોવાથી નાગરિકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સાંજે નોકરી-ધંધેથી ઘરે પરત ફરી રહેલા લોકો તેમજ ખરીદી માટે નીકળેલા નાગરિકોને પાણી ભરાયેલા રસ્તાઓના કારણે પરેશાની થઈ હતી. અનેક સ્થળોએ ટુ-વ્હીલર વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા, જ્યારે ટ્રાફિકની ગતિ પણ ધીમી પડી હતી. વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande