
પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.)નેશનલ યુવા કો. ઓ. સોસાયટી, નવી દિલ્હીનું 25મું વાર્ષિક અધિવેશન યોજાયું હતું. જેમાં નેશનલ ક્રેડિટ સોસાયટીની પાટણ બ્રાન્ચે દેશભરમાં બીજો ક્રમ મેળવી પાટણનું ગૌરવ વધાર્યું છે. આ પ્રસંગે પાટણના નેશનલ ડાયરેક્ટર હિરેનભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અધિવેશન દરમિયાન દેશભરની તમામ બ્રાન્ચનું ઓડિટ કરવામાં આવ્યું હતું. ડિપોઝીટ, લોન તથા એનપીએ (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ) સહિતના વિવિધ માપદંડોના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ મૂલ્યાંકનમાં પાટણ બ્રાન્ચે સમગ્ર દેશમાં બીજું સ્થાન મેળવ્યું હતું. સિદ્ધિ બદલ પાટણ બ્રાન્ચના પ્રમુખ હિરેનભાઈ શાહનું સન્માન કરવામાં આવ્યું હતું.
નેશનલ ક્રેડિટ સોસાયટીની દેશના 7 રાજ્યોમાં કુલ 37 બ્રાન્ચ કાર્યરત છે, જ્યારે ગુજરાતમાં 5 બ્રાન્ચ કાર્યરત છે. આ સફળતા અંગે હિરેનભાઈ શાહે જણાવ્યું હતું કે સંસ્થાના મંત્રી, ડિરેક્ટરો તથા સ્ટાફ મિત્રોના સતત સહયોગ અને મહેનતથી પાટણ બ્રાન્ચને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ