ઈડર ખાતે વિવિધ પ્રકારના દિવ્યાંગ લોકો માટે એક સમાવેશી અને પ્રભાવશાળી નાણાકીય સાક્ષરતા શિબિર યોજાઈ
- 100 ટકા પ્રજ્ઞાચક્ષુ RBIના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ભુપેન્દ્ર ત્રિપાઠીએ સરળ અને રસપ્રદ રીતે નાણાકીય જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું. ગાંધીનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : ઈડર BRC ભવન ખાતે ભારતીય રિઝર્વ બેંક (RBI), અમદાવાદના નાણાકીય સમાવેશન અને વિકાસ વિભ
ઈડર ખાતે કાર્યક્રમ યોજાયો


ઇડર ખાતે કાર્યક્રમ યોજાયો


- 100 ટકા પ્રજ્ઞાચક્ષુ RBIના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ભુપેન્દ્ર ત્રિપાઠીએ સરળ અને રસપ્રદ રીતે નાણાકીય જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું.

ગાંધીનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : ઈડર BRC ભવન ખાતે ભારતીય રિઝર્વ બેંક (RBI), અમદાવાદના નાણાકીય સમાવેશન અને વિકાસ વિભાગ દ્વારા દિવ્યાંગ (દ્રષ્ટિ, શ્રવણ અને અસ્થિ) 60 થી વધારે લોકો માટે એક દિવસીય નાણાકીય સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં RBI અમદાવાદના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ભુપેન્દ્ર ત્રિપાઠી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મનીષભાઈ જોશી, જિલ્લા સમગ્ર શિક્ષા અભિયાન કો ઓર્ડીનેટર કીર્તિસિંગ ચૌહાણ, BRC સદાતપુરા કો ઓર્ડીનેટર આરીફ મન્સૂરી, યુવા વિકલાંગ સંગઠન મંડળ અધ્યક્ષ અતુલ પરમાર તેમજ વિવિધ પ્રકારના દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં ૫૦ થી વધારે જેટલા દિવ્યાંગોઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

RBI અધિકારી 100 ટકા પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પોતાની કાર્યક્ષમતા અને આત્મવિશ્વાસથી પ્રેરણારૂપ એવા આસિસ્ટન્ટ જનરલ મેનેજર ભુપેન્દ્ર ત્રિપાઠી દ્વારા દિવ્યાંગ લોકો માટે RBIની વિવિધ યોજનાઓ અંગે સરળ, અસરકારક અને રસપ્રદ રીતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમની રજૂઆતથી ઉપસ્થિત દિવ્યાંગ લોકોન નાણાકીય બાબતો અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન મળ્યું હતું.

તેમજ બેન્કિંગ વ્યવસ્થા, RBIના નિયમો અને શરતો, બેન્કિંગ સેવાઓ તથા સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. આજના ડિજિટલ યુગમાં વધી રહેલા ઓનલાઈન ફ્રોડથી બચવા માટે કઈ સાવચેતી રાખવી, OTP, PIN, પાસવર્ડ અને બેન્કિંગની ગુપ્ત માહિતી કોઈ સાથે શેર ન કરવી વગેરે અંગે પણ સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રસપ્રદ પ્રશ્નોત્તરી સેશન યોજવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમ દરમિયાન આપવામાં આવેલી માહિતીના આધારે મહિલાઓને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સાચા જવાબ આપનાર મહિલાઓને RBI તરફથી પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શિબિરના અંતે તમામ ઉપસ્થિત દિવ્યાંગ લોકોને RBI તરફથી ઉપયોગી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ લોકોમાં નાણાકીય જાગૃતિ વધારવી, બેન્કિંગ સેવાઓનો યોગ્ય ઉપયોગ કરવો, સરકારી યોજનાઓનો લાભ મેળવવો તથા ઓનલાઈન છેતરપિંડીથી બચવા અંગે જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande