હર્ષોલ્લાસ વચ્ચે સિદ્ધપુરની ગુરુનાનક સોસાયટીમાં ગણેશ વિસર્જન, પાંચ દિવસની ભક્તિ બાદ બાપાને વિદાય
પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) ઢોલ-નગારાના તાલે અને ગણપતિ બાપ્પાના જયઘોષ સાથે સોસાયટીના રહીશોએ ઉત્સાહપૂર્વક ગણેશ વિસર્જન કર્યું. સિદ્ધપુરની ગુરુનાનક સોસાયટીમાં પાંચ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કર્યા બાદ ભગવાન શ્રી ગણેશજીનું વિસર્જન હર્ષોલ્લા
હર્ષોલ્લાસ વચ્ચે સિદ્ધપુરની ગુરુનાનક સોસાયટીમાં ગણેશ વિસર્જન, પાંચ દિવસની ભક્તિ બાદ બાપાને વિદાય

હર્ષોલ્લાસ વચ્ચે સિદ્ધપુરની ગુરુનાનક સોસાયટીમાં ગણેશ વિસર્જન, પાંચ દિવસની ભક્તિ બાદ બાપાને વિદાય

પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.)

ઢોલ-નગારાના તાલે અને ગણપતિ બાપ્પાના જયઘોષ સાથે સોસાયટીના રહીશોએ ઉત્સાહપૂર્વક ગણેશ વિસર્જન કર્યું.

સિદ્ધપુરની ગુરુનાનક સોસાયટીમાં પાંચ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કર્યા બાદ ભગવાન શ્રી ગણેશજીનું વિસર્જન હર્ષોલ્લાસભેર કરવામાં આવ્યું. સમગ્ર સોસાયટીમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.

ગણેશ વિસર્જન પ્રસંગે સોસાયટીના બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. “ગણપતિ બાપ્પા મોરયા, આગલે બરસ તૂ જલ્દી આ”ના જયઘોષ સાથે ભક્તોએ બાપાને ભાવભીની વિદાય આપી.

વિસર્જન યાત્રા દરમિયાન ભક્તિગીતો અને ઢોલ-નગારાના તાલે સૌએ ઉત્સાહપૂર્વક નૃત્ય કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ આનંદ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે સંપન્ન થયો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande