જામનગર : લાલપુરના મેઘપરમાં રૂમ પાર્ટનરે જ ફોન ચોરી બેંક ખાતામાંથી રૂ.૨.૦૫ લાખ ઉપાડી લીધા
જામનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ફોનની ચોરી કરી યુપીઆઈ એપ્લિકેશન મારફતે બેંક ખાતામાંથી રૂ.૨.૦૫ લાખ ટ્રાન્સફર કરી લેવાની ઘટના સામે આવી છે. મેઘપરમાં જુનટેક પ્રા.લિ. કંપનીના
ફ્રોડ


જામનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ફોનની ચોરી કરી યુપીઆઈ એપ્લિકેશન મારફતે બેંક ખાતામાંથી રૂ.૨.૦૫ લાખ ટ્રાન્સફર કરી લેવાની ઘટના સામે આવી છે. મેઘપરમાં જુનટેક પ્રા.લિ. કંપનીના ભાડાના રૂમમાં રહી મજૂરી કામ કરતા પંજાબના મૂળ વતની જગતાર મશીહનો રૂ.૧૪,૫૦૦ની કિંમતનો વીવો કંપનીનો મોબાઈલ ફોન ગત તા.૧૧ સપ્ટેમ્બરની રાત્રિથી તા.૧૨ સપ્ટેમ્બરની વહેલી સવાર દરમિયાન ચોરાયો હતો. આ બનાવ અંગે જગતાર મશીહે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી સાથે એક જ રૂમમાં રહેતા પંજાબના લવ દુગલ નામના શખ્સે જ મોબાઈલ ફોનની ચોરી કરી હતી. ત્યારબાદ તેણે ચોરાયેલા ફોનમાં યુપીઆઈ પેમેન્ટ એપ્લિકેશન ચાલુ કરી ફરિયાદીના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ.૨,૦૪,૯૦૦ પોતાના તથા અન્ય એક અજાણ્યા બેંક ખાતામાં સરકાવી લીધા હતા. નાણાં ગુમાવ્યાનું માલૂમ પડતાં જગતાર મશીહે તા.૧૮ સપ્ટેમ્બરના રોજ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે આરોપી લવ દુગલ તથા અન્ય સહ-આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૫(એ), ૩૧૬(૨) અને આઈ.ટી. એક્ટની કલમ ૬૬(સી) તથા ૬૬(ડી) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande