જામનગર : જામ જોધપુર પંથકમાંથી રૂ.23.40 લાખથી વધુનો અંગ્રેજી દારૂ ઝડપાયો
જામનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : જામજોધપુર તાલુકાના ધોરીયા નેસ સીમ વિસ્તારમાં પોલીસે સફળ દરોડો પાડીને રૂ.44.40 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને વાહનો કબજે કર્યા છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન દારૂનું કટીંગ કરીને અન્ય
અંગ્રેજી દારૂ


જામનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામજોધપુર તાલુકાના ધોરીયા નેસ સીમ વિસ્તારમાં પોલીસે સફળ દરોડો પાડીને રૂ.44.40 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને વાહનો કબજે કર્યા છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન દારૂનું કટીંગ કરીને અન્ય સ્થળે સગેવગે કરવાની તૈયારી ચાલુ હતી ત્યારે પોલીસે દરોડો પાડી ગણનાપાત્ર પ્રોહિબિશન કેસ શોધી કાઢ્યો છે.

પોલીસ વડાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જામજોધપુર પોલીસ ટીમ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ અંગે પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ધોરીયા નેસ ખાતે રહેતા નાથા મોરી, રાજુ ઉર્ફે બાઠીયો મોરી અને તેમના સાગરીતોએ વિદેશી દારૂ ભરેલો ટ્રક મંગાવ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ દારૂ ટ્રકમાંથી ઉતારીને અન્યત્ર વેચાણ માટે મોકલવાની પૂર્વ તૈયારી હાથ ધરવામાં આવી રહી હતી.

બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સરકારી અને ખાનગી વાહનોની લાઈટ જોઈને હાજર તમામ શખ્સો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. સ્થળ પરથી પોલીસે વિદેશી દારૂની કુલ 15,600 ચપટા બોટલો જેની કિંમત રૂ. 23.40 લાખ થાય છે, તે ઉપરાંત રૂ. 20 લાખની કિંમતનો ટાટા કંપનીનો ટ્રક, ત્રણ મોટરસાયકલ અને અન્ય સામગ્રી મળીને કુલ રૂ. 44,40,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કેસમાં મુખ્ય સૂત્રધાર નાથા મોરી અને રાજુ ઉર્ફે બાઠીયો મોરી, ટ્રક ચાલક, ત્રણેય મોટરસાયકલના ચાલકો તેમજ તપાસ દરમિયાન ખુલનારા અન્ય શખ્સો સામે ગુનો નોંધીને તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande