જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
જુનાગઢ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને જૂનાગઢ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાવાણી તેમજ ધારાસભ્યઓ સંજયભાઈ કોરડિયા, અરવિંદભાઈ લાડાણી, દ
જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક


જુનાગઢ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને જૂનાગઢ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાવાણી તેમજ ધારાસભ્યઓ સંજયભાઈ કોરડિયા, અરવિંદભાઈ લાડાણી, દેવાભાઈ માલમ અને ગોપાલભાઈ ઇટાલીયાની ઉપસ્થિતિમાં આ બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોના સકારાત્મક નિવારણ અર્થે વિગતવાર ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યો હતો.

બેઠકમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ વિસ્તારોને લગતા પ્રજાલક્ષી પ્રશ્નો તેમજ વિકાસલક્ષી કામગીરી અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા- કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર એ જનપ્રતિનિધિઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોને ઉકેલવા માટે સંબંધિત વિભાગો વચ્ચે જરૂરી સંકલન જાળવી પ્રજાલક્ષી પ્રશ્નોનું સમયબદ્ધ અને અસરકારક નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં જમીન સંબંધિત વિવિધ પ્રશ્નો જેમાં જમીનની માપણી, હદ નિર્ધારણ, જમીનના દસ્તાવેજો, પ્રોપર્ટી કાર્ડ સહિતના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત જાહેર માર્ગો પર દબાણ, નેશનલ હાઈવે, ગ્રામ પંચાયતોનું નિર્માણ તેમજ પીવાના પાણી સહિતના પ્રજાકીય પ્રશ્નો રજૂ કર્યા હતા. આ સંદર્ભમાં સંલગ્ન અધિકારીશ્રીઓએ પ્રશ્નોના નિવારણ અર્થે પ્રત્યુત્તર પાઠવ્યા હતા અને તેના યોગ્ય ઉકેલ માટે પરામર્શ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર, નાયબ વન સંરક્ષક અક્ષય જોષી અને પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ. જાડેજા સહિત જિલ્લા સંકલન સમિતિના સભ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande