સરકારી આવાસ સહાય બની સહારો: માંડવીના જાગૃતિબેનને મળ્યું પોતાના ઘરની ખુશીનું સરનામું
કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : રૂ.3.50 લાખની સરકારી સહાય અને પરિવારની બચતથી તૈયાર થયું પાકું મકાન, વર્ષો જૂનું સ્વપ્ન થયું સાકાર માંડવી: સામાન્ય અને મધ્યમ આવક ધરાવતા પરિવારો માટે પોતાનું પાકું મકાન બનાવવું ઘણી વખત લાંબા સમયનું સ્વપ્ન બની રહે છે. મર્
આવાસ સહાય યોજનાના લાભાર્થી


કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : રૂ.3.50 લાખની સરકારી સહાય અને પરિવારની બચતથી તૈયાર થયું પાકું મકાન, વર્ષો જૂનું સ્વપ્ન થયું સાકાર

માંડવી: સામાન્ય અને મધ્યમ આવક ધરાવતા પરિવારો માટે પોતાનું પાકું મકાન બનાવવું ઘણી વખત લાંબા સમયનું સ્વપ્ન બની રહે છે. મર્યાદિત આવક વચ્ચે ઘરનું બાંધકામ કરવું મુશ્કેલ બનતું હોય છે, ત્યારે સરકારની આવાસલક્ષી યોજનાઓ આવા પરિવારો માટે આર્થિક સહારો બની રહી છે. કચ્છના માંડવીના જાગૃતિબેન પરમારના પરિવાર માટે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના આશાનું કિરણ બની છે. યોજનાની સહાયથી તેમના વર્ષો જૂના પાકા મકાનના સપનાને વાસ્તવિક સ્વરૂપ મળ્યું છે.

જાગૃતિબેનને પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે ગામના આગેવાનો મારફતે જાણકારી મળી હતી. પોતાના પરિવાર માટે પાકું મકાન બનાવવાની ઇચ્છા હોવાથી તેમણે યોજનાની વધુ વિગતો મેળવી અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી આવાસ સહાય માટે અરજી કરી હતી. અરજી મંજૂર થયા બાદ સરકાર તરફથી તેમને કુલ રૂ.3.50 લાખની આર્થિક સહાય મળી હતી.

મળેલી સરકારી સહાય સાથે પરિવારની પોતાની બચતનો ઉપયોગ કરીને જાગૃતિબેને પાકા મકાનનું નિર્માણ કરાવ્યું. કાચા કે અપૂરતા રહેઠાણની મુશ્કેલીઓમાંથી બહાર આવી હવે પરિવારને મજબૂત અને સુરક્ષિત છત મળી છે. નવા ઘરમાં પ્રવેશ સાથે પરિવારના સભ્યોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

જાગૃતિબેને જણાવ્યું કે પોતાના નામે પાકું ઘર હોવું તેમના માટે લાંબા સમયથી એક મોટું સપનું હતું. સરકારી સહાય મળતાં મકાન બનાવવાની પ્રક્રિયા શક્ય બની અને આજે પરિવાર પોતાના ઘરમાં સુખ-શાંતિથી રહી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ પાકું મકાન મળવાથી માત્ર રહેઠાણની સુવિધા જ વધી નથી, પરંતુ પરિવારના જીવનમાં સુરક્ષા અને સ્થિરતાની લાગણી પણ આવી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારોને આવાસ માટે સહાય પૂરી પાડવામાં આવે છે. કચ્છ જેવા વિસ્તારોમાં પણ વિવિધ પરિવારો માટે આ પ્રકારની સહાય ઘરનું સ્વપ્ન સાકાર કરવામાં ઉપયોગી બની રહી છે. જાગૃતિબેન પરમારની સફળતા પણ સરકારી આવાસ યોજનાના લાભથી પરિવારમાં આવેલા પરિવર્તનનું એક ઉદાહરણ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande