મુન્દ્રા-બારોઈમાં સ્વચ્છતાનો સંકલ્પ, શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈની સઘન કામગીરી
કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત “સ્વચ્છતા હી સેવા-૨૦૨૬”ની ઉજવણીના ભાગરૂપે મુન્દ્રા-બારોઈ નગરપાલિકા દ્વારા શહેરમાં વ્યાપક સ્વચ્છતા અને જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈને માત્ર એક દિવસની કામ
મુન્દ્રા બારોઈ સફાઈ અભિયાન ઝુંબેશ


મુન્દ્રા બારોઈ સફાઈ અભિયાન ઝુંબેશ


મુન્દ્રા બારોઈ સફાઈ અભિયાન ઝુંબેશ


મુન્દ્રા બરોઈ સફાઈ અભિયાન ઝુંબેશ


કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત “સ્વચ્છતા હી સેવા-૨૦૨૬”ની ઉજવણીના ભાગરૂપે મુન્દ્રા-બારોઈ નગરપાલિકા દ્વારા શહેરમાં વ્યાપક સ્વચ્છતા અને જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈને માત્ર એક દિવસની કામગીરી પૂરતી મર્યાદિત ન રાખીને જાહેર સ્થળોની સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન, પ્લાસ્ટિકના ઉપયોગ સામે જાગૃતિ અને નાગરિકોની ભાગીદારી જેવા વિવિધ પાસાંને આવરી લેવામાં આવ્યા હતા.

નગરપાલિકાના ચીફ ઓફિસર, SBM ટીમ, વિવિધ શાખાના કર્મચારીઓ તેમજ સફાઈ કામદારોની સંયુક્ત કામગીરીથી શહેરના અનેક વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી. બારોઈ બસ સ્ટેન્ડ, પાવાપુરી, આદર્શ ટાવર, મહેશનગર સહિતના સ્થળોએ સફાઈની કામગીરી હાથ ધરાઈ હતી. મુખ્ય રસ્તાઓ તથા શહેરના પ્રવેશદ્વારો પર ખાસ ધ્યાન આપી આસપાસના વિસ્તારોમાંથી કચરો દૂર કરવામાં આવ્યો હતો.

ઝુંબેશ દરમિયાન લાંબા સમયથી કચરો એકત્ર થતો હોય તેવા GVP પોઈન્ટ્સની પણ સફાઈ કરવામાં આવી હતી. આવા સ્થળોએ કચરો દૂર કર્યા બાદ જરૂરી દવાનો છંટકાવ કરીને સ્થળને સ્વચ્છ અને ઉપયોગલાયક બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. જાહેર સ્થળોએ ફરીથી કચરો ન થાય તે માટે નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કરાયો હતો.

આ ઉપરાંત પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે નિયમનકારી કાર્યવાહી કરવામાં આવી હતી. વિવિધ દુકાનો અને વેપારી સંસ્થાઓમાં તપાસ કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. વેપારીઓને પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે પર્યાવરણને અનુકૂળ બાયોડિગ્રેડેબલ બેગનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

નગરપાલિકા ટીમે દુકાનદારો અને વેપારીઓ સાથે સ્થળ પર સીધો સંવાદ કરીને સ્વચ્છતા જાળવવા અંગે સમજણ આપી હતી. સાથે જ ઘરઘર કચરા એકત્ર કરવાની વ્યવસ્થા વધુ અસરકારક બને તે માટે ડોર-ટુ-ડોર કચરા ગાડીના સમય અંગે પણ સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર અભિયાનનો મુખ્ય હેતુ શહેરને સ્વચ્છ રાખવાની સાથે નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે કાયમી જવાબદારીની ભાવના વિકસાવવાનો રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande