વિજાપુરમાં FPO બન્યું ખેડૂતોને સીધા બજાર સાથે જોડતું માધ્યમ, 744 ખેડૂતો જોડાયા
મહેસાણા, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : વિજાપુરમાં ખેડૂતોને સંગઠિત કરી તેમની કૃષિ પેદાશોને સીધા બજાર અને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે શરૂ કરાયેલું ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO) છેલ્લા છ મહિનાથી કાર્યરત છે. વિજાપુર, વિસનગર અને મહેસાણા તાલુકાના ખેડૂતો
વિજાપુરમાં FPO બન્યું ખેડૂતોને સીધા બજાર સાથે જોડતું માધ્યમ, 744 ખેડૂતો જોડાયા


વિજાપુરમાં FPO બન્યું ખેડૂતોને સીધા બજાર સાથે જોડતું માધ્યમ, 744 ખેડૂતો જોડાયા


મહેસાણા, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : વિજાપુરમાં ખેડૂતોને સંગઠિત કરી તેમની કૃષિ પેદાશોને સીધા બજાર અને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે શરૂ કરાયેલું ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO) છેલ્લા છ મહિનાથી કાર્યરત છે. વિજાપુર, વિસનગર અને મહેસાણા તાલુકાના ખેડૂતો સાથે કાર્યરત આ FPOમાં હાલ 312 ખેડૂતો રજિસ્ટર્ડ છે, જ્યારે અન્ય ખેડૂતો સહિત આશરે 744 ખેડૂતો તેની કામગીરી સાથે જોડાયેલા છે.

FPO સાથે જોડાયેલા ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત શાકભાજી, અનાજ અને અન્ય કૃષિ પેદાશો વેચાણ માટે લાવે છે. ખેડૂતો પાસેથી ઉપજ મેળવ્યા બાદ તેની સાફ-સફાઈ કરી ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. આ વ્યવસ્થાથી ખેડૂતોને પોતાની ઉપજ માટે સીધું બજાર મળે છે, જ્યારે ગ્રાહકોને પણ ખેડૂતો પાસેથી પેદાશો ખરીદવાની તક મળે છે.

હાલ FPO દ્વારા 312 રજિસ્ટર્ડ ખેડૂતોની જમીન સર્ટિફાઇડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જમીન પ્રાકૃતિક ખેતીના માપદંડોને અનુરૂપ છે કે નહીં તે માટે જમીનમાં કાર્બનનું પ્રમાણ, જમીનની સ્થિતિ અને ખેતી પદ્ધતિ સહિતના વિવિધ પાસાંની ચકાસણી કરવામાં આવી રહી છે.

FPO સાથે જોડાયેલા ખેડૂત મનોજ પટેલ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેમના જણાવ્યા મુજબ ઉત્પાદનની સાથે ઉપજનું યોગ્ય માર્કેટિંગ અને વેચાણ પણ જરૂરી છે. FPO આ માટે ખેડૂતોને સંગઠિત કરીને સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાનું માધ્યમ બની રહ્યું છે.

અહીં શાકભાજી અને અનાજ ઉપરાંત દશપર્ણી અર્ક જેવા પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી ઉત્પાદનોનું પણ વેચાણ થાય છે. ભવિષ્યમાં ખેડૂતોની પેદાશનું પ્રોસેસિંગ, પેકેજિંગ અને વેક્યૂમ પેકિંગની સુવિધા વિકસાવી મૂલ્યવર્ધન કરવાની દિશામાં પણ કામગીરી કરવાની યોજના છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande