પોરબંદર એસટી ડેપોમાં   125 કર્મચારીઓને આરોગ્ય-બેંકિંગ સેવાઓનો લાભ.
પોરબંદર, 24 સપ્ટેમ્બર (હિ.સ.)ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ‘સેવા સંકલ્પ અભિયાન’અંતર્ગત પોરબંદર એસટી ડેપો ખાતે કર્મચારીઓ માટે આરોગ્ય અને બેંકિંગ સેવાઓ અંગે કેમ્પ યોજાયો હતો.ડેપો મેનેજર પી.બી. મકવાણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ડ
પોરબંદર  એસટી  ડેપોમાં   125 કર્મચારીઓને  આરોગ્ય-બેંકિંગ  સેવાઓનો લાભ.


પોરબંદર  એસટી  ડેપોમાં   125 કર્મચારીઓને  આરોગ્ય-બેંકિંગ  સેવાઓનો લાભ.


પોરબંદર  એસટી  ડેપોમાં   125 કર્મચારીઓને  આરોગ્ય-બેંકિંગ  સેવાઓનો લાભ.


પોરબંદર  એસટી  ડેપોમાં   125 કર્મચારીઓને  આરોગ્ય-બેંકિંગ  સેવાઓનો લાભ.


પોરબંદર, 24 સપ્ટેમ્બર (હિ.સ.)ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ‘સેવા સંકલ્પ અભિયાન’અંતર્ગત પોરબંદર એસટી ડેપો ખાતે કર્મચારીઓ માટે આરોગ્ય અને બેંકિંગ સેવાઓ અંગે કેમ્પ યોજાયો હતો.ડેપો મેનેજર પી.બી. મકવાણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ડ્રાઇવરો સહિત ડેપોના કર્મચારીઓએ ભાગ લીધો હતો. ભાવસિંહજી સિવિલ હોસ્પિટલની તબીબી ટીમ દ્વારા આંખ ચેકઅપ કેમ્પ યોજી કર્મચારીઓની દૃષ્ટિની તપાસ કરવામાં આવી હતી.ખાસ કરીને ડ્રાઇવિંગ સાથે સંકળાયેલા કર્મચારીઓને આંખોની યોગ્ય કાળજી અને સ્પષ્ટ દૃષ્ટિના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોરબંદર બસ સ્ટેશન ખાતે SBI બેંકના મેનેજર અને તેમની ટીમ દ્વારા બેંકની વિવિધ સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. WhatsApp બેંકિંગ અને ડિજિટલ બેંકિંગની સુવિધાઓ અંગે માર્ગદર્શન સાથે કર્મચારીઓના બેંકિંગ સંબંધિત પ્રશ્નોઅને રજૂઆતોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. આંખ ચેકઅપ અને બેંકિંગ બંને સેવાઓનો ડ્રાઇવરો સહિત કુલ 125 કર્મચારીઓએ લાભ લીધો હતો. કાર્યક્રમના આયોજનમાં સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીએ કામગીરી સંભાળી હતી.અંતે એ.ટી.આઈ. આર.આર.ઓડેદરાએ સિવિલ હોસ્પિટલની તબીબી ટીમ તથા SBI બેંકના મેનેજરઅને તેમની ટીમનો સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande