ગંગાજળિયા તળાવ ખાતે રૂ.31.12 લાખના ખર્ચે આધુનિક જાહેર શૌચાલયનું લોકાર્પણ
ભાવનગર,25 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પીરછલ્લા વોર્ડમાં જાહેર સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી આધુનિક એસ્પીરેશનલ ટોયલેટ બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું છે. સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 તથા સ્વભંડોળની સંયુક્ત ગ્રાન્ટ હેઠ
લોકાર્પણ કરવામાં આવેલ ટોઇલેટ


ભાવનગર,25 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પીરછલ્લા વોર્ડમાં જાહેર સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી આધુનિક એસ્પીરેશનલ ટોયલેટ બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું છે. સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 તથા સ્વભંડોળની સંયુક્ત ગ્રાન્ટ હેઠળ રૂ.31.12 લાખના ખર્ચે ગંગાજળિયા તળાવ, હેવમોર ચોક ખાતે આ સુવિધા ઉભી કરવામાં આવી છે. આ એસ્પીરેશનલ ટોયલેટ બ્લોકનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

જાહેર જનતાને સ્વચ્છ અને સુવિધાયુક્ત વાતાવરણ મળી રહે તે હેતુથી તૈયાર કરવામાં આવેલા આ ટોયલેટ બ્લોકમાં આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગંગાજળિયા તળાવ અને હેવમોર ચોક આસપાસ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી આ સુવિધા સ્થાનિક નાગરિકો તેમજ અહીં આવતા મુલાકાતીઓ માટે ઉપયોગી બનશે.

સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 અંતર્ગત શહેરોમાં જાહેર સ્વચ્છતા અને સ્વચ્છતા સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં જાહેર શૌચાલય સહિતની સુવિધાઓનું નિર્માણ અને આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande