મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત
ભાવનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગરમાં વિવિધ જનસુખાકારીના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિત રહેવા ભાવનગર પધાર્યા છે. તેમના આગમન સમયે ભાવનગર એરપોર્ટ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવસભર સ્વા
મુખ્યમંત્રી નું સ્વાગત કરવામાં આવ્યું


ભાવનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગરમાં વિવિધ જનસુખાકારીના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિત રહેવા ભાવનગર પધાર્યા છે. તેમના આગમન સમયે ભાવનગર એરપોર્ટ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભાવનગર એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ, મહાનગરપાલિકા કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીના, પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી અને પોલીસ અધીક્ષક નીતેશ પાંડેય સહિતના અધિકારીઓ તથા મહાનુભાવોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું.

મુખ્યમંત્રીના ભાવનગર પ્રવાસ દરમિયાન શહેર અને જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી તથા જનસુખાકારીના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાનાર છે. આ પ્રકલ્પો અંતર્ગત નાગરિકોને વિવિધ સુવિધાઓ અને વિકાસકામોનો લાભ મળવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીના આગમનને પગલે એરપોર્ટ પર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીને આવકાર્યા બાદ વિવિધ કાર્યક્રમોની કામગીરી અંગેની તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande