વેરાવળમાં પૂર્ણા નદી કિનારે જિલ્લા માહિતી કચેરીની ટીમનું સ્વચ્છતા અભિયાન
નવસારી, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી જિલ્લા માહિતી કચેરી, નવસારીની ટીમ દ્વારા વેરાવળ ખાતે પૂર્ણા નદી કિનારે આવેલા ગણેશ વિસર્જન સ્થળે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સહાયક
વેરાવળમાં પૂર્ણા નદી કિનારે જિલ્લા માહિતી કચેરીની ટીમનું સ્વચ્છતા અભિયાન


નવસારી, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી જિલ્લા માહિતી કચેરી, નવસારીની ટીમ દ્વારા વેરાવળ ખાતે પૂર્ણા નદી કિનારે આવેલા ગણેશ વિસર્જન સ્થળે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું

સહાયક માહિતી નિયામક મહેન્દ્ર વેકરીયાના માર્ગદર્શન હેઠળ માહિતી કચેરીના કર્મચારીઓએ ગણેશ વિસર્જન સ્થળ તેમજ તેની આસપાસના વિસ્તારમાં સફાઈ કરી હતી.

વિસર્જન બાદ નદી કિનારે અને આસપાસ એકત્રિત થયેલા કચરાનો યોગ્ય રીતે નિકાલ કરી સમગ્ર વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.

અભિયાનમાં મનીષ બ્રહ્મભટ્ટ, દિનેશ માહલા, અક્ષય પટેલ, મેહુલ રાઠોડ, હસમુખ પટેલ, રોહિત રાઠોડ, પ્રીતિ પટેલ, યોગેશ કટારીયા અને જીગ્નેશ પટેલે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે નદી, તળાવ સહિતના જળાશયો અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા સૌને અપીલ કરવામાં આવી હતી. ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણની જાળવણી થાય તે માટે ગણેશ વિસર્જન બાદ ઉત્પન્ન થતા કચરાનો યોગ્ય નિકાલ કરવા તેમજ જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અંગે પણ જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

જિલ્લા માહિતી કચેરીની ટીમના આ પ્રયાસથી સ્વચ્છતા પ્રત્યે સામૂહિક જવાબદારી અને જનભાગીદારીનો સંદેશ વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande