પોરબંદરના ભોગસર ગામે ‘સ્વચ્છતા હી સેવા–2026’ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ.
પોરબંદર, 24 સપ્ટેમ્બર (હિ.સ.)પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તા.2 ઓક્ટોબર સુધી ‘પ્લાસ્ટિક મુક્ત અભિયાન’ અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા–2026’ અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપવા આહવાન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને પોરબંદર જિલ્લાના ગ
પોરબંદરના  ભોગસર  ગામે  ‘સ્વચ્છતા હી   સેવા–2026’  અંતર્ગત  સ્વચ્છતા  ઝુંબેશ યોજાઈ.

પોરબંદરના  ભોગસર  ગામે  ‘સ્વચ્છતા હી   સેવા–2026’  અંતર્ગત  સ્વચ્છતા  ઝુંબેશ યોજાઈ.

પોરબંદરના  ભોગસર  ગામે  ‘સ્વચ્છતા હી   સેવા–2026’  અંતર્ગત  સ્વચ્છતા  ઝુંબેશ યોજાઈ.

પોરબંદર, 24 સપ્ટેમ્બર (હિ.સ.)પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તા.2 ઓક્ટોબર સુધી ‘પ્લાસ્ટિક મુક્ત

અભિયાન’ અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા–2026’ અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપવા આહવાન કરવામાં આવ્યું છે. જેના

અનુસંધાને પોરબંદર જિલ્લાના ગામોમાં સ્વચ્છતા અંગે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં

આવી હતી.

આ અંતર્ગત કુતિયાણા તાલુકાના ભોગસર

ગામે ગ્રામ પંચાયત કચેરીથી ગામના મુખ્ય ચોક સુધી સ્વચ્છતા ઝુંબેશ યોજવામાં આવી

હતી. ઝુંબેશ દરમિયાન ગામના જાહેર માર્ગો અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા કામગીરી

હાથ ધરવા સાથે પ્લાસ્ટિકના કચરાનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા, જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા તેમજ સિંગલ

યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. સ્વચ્છ અને

પ્લાસ્ટિકમુક્ત ગામના નિર્માણ માટે ગ્રામજનોને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહભાગી

બનવા અપીલ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande