જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશ યોજાઈ
જુનાગઢ 24 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આજ રોજ જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. જેમાં કચેરીના કર્મયોગીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને કચેરી પરિસરની સાફ-સફાઈ કરી હતી. આ સાથે પર્યાવરણ જત
જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરી


જુનાગઢ 24 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આજ રોજ જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. જેમાં કચેરીના કર્મયોગીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને કચેરી પરિસરની સાફ-સફાઈ કરી હતી. આ સાથે પર્યાવરણ જતનનો સંદેશ આપતા કચેરી પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત કચેરીના પ્રાંગણમાં નાયબ માહિતી નિયામક એન. એમ. મહેતા તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રકૃતિના સંવર્ધન અને પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે સૌએ છોડનું વાવેતર કરી તેના ઉછેરનો સંકલ્પ લીધો હતો.

વૃક્ષારોપણની સાથે-સાથે કચેરી પરિસરમાં સઘન સાફ-સફાઈ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી. કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક શ્રમદાન કરી આ ઝુંબેશમાં સહભાગી બન્યા હતા અને 'સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા છે' તેમજ 'સ્વચ્છ કચેરી, સ્વસ્થ વાતાવરણ' નો ઉદાહરણરૂપ સંદેશો આપ્યો હતો.

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સંસ્થા ઝુંબેશ પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસીયાના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande