એસ.ટી. વિભાગ દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું
ગીર સોમનાથ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : એસ.ટી. વિભાગ દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. રેકોર્ડ વર્ગીકરણ સહિત બિનજરુરી કાગળોનો નિકાલ કરાયો હતો. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ૧૭ ઓક્ટોબર સુધી એસ.ટી. ડેપોમાં પણ વિવિધ કાર્યક્રમ અ
એસ.ટી. દ્વારા સેવા સંકલ્પ


ગીર સોમનાથ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : એસ.ટી. વિભાગ દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. રેકોર્ડ વર્ગીકરણ સહિત બિનજરુરી કાગળોનો નિકાલ કરાયો હતો.

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ૧૭ ઓક્ટોબર સુધી એસ.ટી. ડેપોમાં પણ વિવિધ કાર્યક્રમ અંતર્ગત ઉજવણી થઈ રહી છે. જે કડીમાં એસ.ટી. ઓફિસની તમામ શાખામાં રેકર્ડ વર્ગીકરણ તેમજ તમામ કબાટોની સાફ સફાઈ, સુ-વ્યવસ્થિત ફાઈલિંગ. કાગળોની યોગ્ય ગોઠવણી અને બિનજરૂરી કાગળોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, ડેપો વર્કશોપ સફાઈ ડેપોના મિકેનીક સ્ટાફ અને વર્કશોપ ખાતે ‘ટોયલેટ સફાઈ’ અભિયાન દ્વારા ઝુંબેશના રૂપે સફાઈ કરવામાં આવી હતી. આ સફાઈ ઝુંબેશના ભાગરૂપે સફાઈ અભિયાન કરવામાં તમામ કર્મચારીઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande