ગીર સોમનાથ જિલ્લામાં 1.22 લાખ ખેડૂતોનો ડિજિટલ ક્રોપ સર્વે પૂર્ણ
- ડિજિટલ ક્રોપ સર્વે સરકારી સહાય કે યોજનાઓનો લાભ લેવા માટે ઉપયોગી. ગીર સોમનાથ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : ખેતરોમાં વાવેલા પાકની સાચી અને સચોટ માહિતી મેળવવાની ભારત સરકારની એક કેન્દ્રિય ડિજિટલ પહેલ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧૬-૦૮-૨૦૨૬ થી ડિજીટલ ક
ગીર સોમનાથ જિલ્લામાં 1.22 લાખ ખેડૂતોનો ડિજિટલ ક્રોપ સર્વે પૂર્ણ


- ડિજિટલ ક્રોપ સર્વે સરકારી સહાય કે યોજનાઓનો લાભ લેવા માટે ઉપયોગી.

ગીર સોમનાથ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : ખેતરોમાં વાવેલા પાકની સાચી અને સચોટ માહિતી મેળવવાની ભારત સરકારની એક કેન્દ્રિય ડિજિટલ પહેલ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧૬-૦૮-૨૦૨૬ થી ડિજીટલ ક્રોપ સર્વે ખરીફ સિઝન ૨૦૨૬ નો આરંભ થયો છે.

સરકારી સહાય કે યોજનાઓનો લાભ લેવામાં કોઈ મુશ્કેલી ન પડે એવા હેતુસર તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ડિજીટલ ક્રોપ સર્વે ચાલુ રહેશે અને તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં જિલ્લામાં કુલ ૧,૨૨,૦૦૦ ડિજિટલ ક્રોપ સર્વે પૂર્ણ થયા છે.

સર્વેની કામગીરી સર્વેયર મારફતે કરવામાં આવે ત્યારે જે તે ગામના સરપંચ ઉપસરપંચ ખેડૂત અગ્રણી તેમજ ખેડૂતો દ્વારા પોતાની ખેતીની જમીનમાં સર્વે કરવા પૂરતો સહકાર આપવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.

સર્વે અંગે કોઈ પ્રશ્ન હોય તો તલાટીનો સંપર્ક કરવાનો રહેશે. ખેડૂતના ડિજિટલ સર્વેની માહિતીનો ઉપયોગ તમામ સરકારી યોજના માટે થતો હોય તે મહત્વની કામગીરીમાં ગ્રામ પંચાયત તથા ખેડૂત મિત્રો દ્વારા ભારત સરકારની આ યોજનામાં પૂરતો સહકાર આપવા અપીલ કરાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande