સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં ૧૨૦૦ જેટલા ફળાઉ રોપાઓનું વિતરણ અને વૃક્ષારોપણ
ગીર સોમનાથ 24 સપ્ટેમ્બર (હિ.સ.) ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ પ્રકારની જનકલ્યાણની સેવાકિય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. તેમાં પ્રકૃતિ સંરક્ષણ પણ એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે. જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ગ્રામ્ય કક
ગીર સોમનાથ  ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ પ્રકારની જનકલ્યાણની સેવાકિય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. તેમાં પ્રકૃતિ સંરક્ષણ પણ એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે.  જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ગ્રામ્ય કક્ષાના વનમહોત્સવની ઉજવણીના ઉપલક્ષ્યમાં જિલ્લામાં ૧૨૦૦ જેટલા ફળાઉ રોપાઓનું વિતરણ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. વનવિભાગ અંતર્ગતના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં જામફળ, સિતાફળ, દાડમ, આંબળા, ચીકૂ જેવા ફળ આપતા ફળાઉ રોપાઓનું વાવેતર અને વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રીન કવર વધે તે સાથે ફળ પણ આપે તેવા રોપાઓનું ચોમાસાની ઋતુઓને ધ્યાનમાં રાખીને વાવેતર કરવામાં આવી રહ્યું છે.  સામાજિક વનીકરણ વિભાગના  મદદનીશ વન સંરક્ષક શ્રી અશોક અમીન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર  સદાશિવ પંડ્યાના માર્ગદર્શનમાં આજે સર્કિટ હાઉસની સામેની ખાલી જગ્યામાં તેમજ તાલાલા, સૂત્રાપાડા સહિતના તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ફળાઉ રોપાઓનું વિતરણ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણના આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને સામૂહિક જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો.


ગીર સોમનાથ 24 સપ્ટેમ્બર (હિ.સ.) ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ પ્રકારની જનકલ્યાણની સેવાકિય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. તેમાં પ્રકૃતિ સંરક્ષણ પણ એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે.

જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ગ્રામ્ય કક્ષાના વનમહોત્સવની ઉજવણીના ઉપલક્ષ્યમાં જિલ્લામાં ૧૨૦૦ જેટલા ફળાઉ રોપાઓનું વિતરણ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.

વનવિભાગ અંતર્ગતના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં જામફળ, સિતાફળ, દાડમ, આંબળા, ચીકૂ જેવા ફળ આપતા ફળાઉ રોપાઓનું વાવેતર અને વિતરણ કરવામાં આવ્યું છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રીન કવર વધે તે સાથે ફળ પણ આપે તેવા રોપાઓનું ચોમાસાની ઋતુઓને ધ્યાનમાં રાખીને વાવેતર કરવામાં આવી રહ્યું છે.

સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વન સંરક્ષક શ્રી અશોક અમીન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સદાશિવ પંડ્યાના માર્ગદર્શનમાં આજે સર્કિટ હાઉસની સામેની ખાલી જગ્યામાં તેમજ તાલાલા, સૂત્રાપાડા સહિતના તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ફળાઉ રોપાઓનું વિતરણ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

વૃક્ષારોપણના આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને સામૂહિક જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande