આઈઆઈટી ગાંધીનગરે સેમિકન્ડક્ટર અને ઉભરતી ટેકનોલોજીના સંશોધનને આગળ વધારવા માટે તાઇવાનની ત્રણ યુનિવર્સિટીઓ સાથે ભાગીદારી કરી
ગાંધીનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN) તાઇવાનની ત્રણ અગ્રણી યુનિવર્સિટીઓ સાથેની નવી ભાગીદારી દ્વારા સેમિકન્ડક્ટર અને અદ્યતન ટેકનોલોજી સંશોધનમાં પોતાના આંતરરાષ્ટ્રીય જોડાણનો વિસ્તાર કરી રહી છે. નેશનલ તાઇ
તાઇવાનની ત્રણ યુનિવર્સિટીઓ સાથે ભાગીદારી કરી


તાઇવાનની ત્રણ યુનિવર્સિટીઓ સાથે ભાગીદારી કરી


ગાંધીનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN) તાઇવાનની ત્રણ અગ્રણી યુનિવર્સિટીઓ સાથેની નવી ભાગીદારી દ્વારા સેમિકન્ડક્ટર અને અદ્યતન ટેકનોલોજી સંશોધનમાં પોતાના આંતરરાષ્ટ્રીય જોડાણનો વિસ્તાર કરી રહી છે.

નેશનલ તાઇપેઈ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી (તાઇપેઈ ટેક), નેશનલ તાઇવાન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (તાઇવાન ટેક) અને નેશનલ સેન્ટ્રલ યુનિવર્સિટી (NCU) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. એમઓયુ હસ્તાક્ષર સમારોહમાં ઇન્ડિયા તાઇપેઈ એસોસિએશન (ITA) ના ડાયરેક્ટર જનરલ મિનાંદ દેશપાંડે અને તાઇપેઈ ટેક, તાઇવાન ટેક અને નેશનલ સેન્ટ્રલ યુનિવર્સિટી (NCU) ના પ્રેસિડેન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા. આ કરારો તાઇવાનના શિક્ષણ મંત્રાલયના આમંત્રણ પર 20-25 સપ્ટેમ્બર 2026 દરમિયાન આઈઆઈટી ગાંધીનગરના ડેલિગેશન (પ્રતિનિધિમંડળ)ની તાઇવાન મુલાકાત દરમિયાન કરવામાં આવ્યા હતા. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ આઈઆઈટી ગાંધીનગરના ડાયરેક્ટર પ્રો. રજત મુનાએ કર્યું હતું.

આ ભાગીદારીનો ઉદ્દેશ્ય સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય ઇમર્જિંગ ટેકનોલોજીમાં શૈક્ષણિક અને સંશોધન સહયોગને મજબૂત કરવાનો છે. તે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી વિનિમય, સંયુક્ત સંશોધન, જ્ઞાનનું વિનિમય અને સહયોગી પ્રતિભા-વિકાસ કાર્યક્રમો માટે તકો ઊભી કરશે. આ મુલાકાત હાઇ-એન્ડ ટેકનોલોજી અને ઇનોવેશનમાં ભારત-તાઇવાન શૈક્ષણિક સંબંધોને ગાઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું પણ દર્શાવે છે.

અમારી તાઇવાન મુલાકાતે સેમિકન્ડક્ટર ટેકનોલોજી અને એડવાન્સ્ડ એન્જિનિયરિંગમાં મજબૂત ક્ષમતાઓ વિકસાવનાર સંસ્થાઓ સાથે સીધા જોડાણની તક પૂરી પાડી છે. તાઇપેઈ ટેક, તાઇવાન ટેક અને નેશનલ સેન્ટ્રલ યુનિવર્સિટી સાથેની અમારી ચર્ચાઓએ અમારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે સંશોધન, ટેકનોલોજી વિકાસ અને ક્ષમતા તાલીમના વિવિધ અભિગમોનો અનુભવ કરવા માટે નવી શક્યતાઓ ખોલી છે. અમે આ ચર્ચાઓને અર્થપૂર્ણ અને સતત શૈક્ષણિક તથા સંશોધન સહયોગમાં રૂપાંતરિત કરવા માટે ઉત્સુક છીએ, તેમ આઈઆઈટી ગાંધીનગરના ડાયરેક્ટર પ્રો. રજત મુનાએ જણાવ્યું હતું.

બંને દેશો વચ્ચેના વધતા શૈક્ષણિક સંબંધો પર પ્રકાશ પાડતાં તાઇવાનના શિક્ષણ મંત્રાલયના ડેપ્યુટી મિનિસ્ટર ડૉ. કુઓ-વેઇ લિયુએ જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ અને સંશોધનમાં તાઇવાન-ભારત સહયોગ છેલ્લા દાયકામાં નોંધપાત્ર રીતે વધ્યો છે. 2026માં, 974 ભારતીય વિદ્યાર્થીઓએ તાઇવાનમાં ડૉક્ટરલ ડિગ્રી મેળવી હતી - જે 1,081 વિદ્યાર્થીઓ સાથે ઇન્ડોનેશિયા પછી કોઈપણ દેશમાંથી બીજા ક્રમની સૌથી વધુ સંખ્યા છે. આઈઆઈટી ગાંધીનગર અને તેનું તાજેતરમાં સ્થપાયેલ સિલિકોન એન્ડ એડવાન્સ્ડ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ હબ (SAMARTH) સેમિકન્ડક્ટર શિક્ષણ, સંશોધન અને ટેકનોલોજી વિકાસમાં દ્વિપક્ષીય સહયોગને ગાઢ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

તાઇવાને સેમિકન્ડક્ટર ઉત્પાદન, ટેકનોલોજી વિકાસ અને ઉચ્ચ શિક્ષણને આવરી લેતી વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ઇકોસિસ્ટમનું નિર્માણ કર્યું છે. દરમિયાન, આઈઆઈટી ગાંધીનગર ભારતના સેમિકન્ડક્ટર સંશોધન અને પ્રતિભા-વિકાસના પરિદ્રશ્યમાં વધુને વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ગુજરાતમાં તેનું સ્થાન, જે હવે એક મુખ્ય સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે, તે શૈક્ષણિક સંશોધન, ઉદ્યોગની જરૂરિયાતો અને કાર્યબળના વિકાસને જોડવા માટે મજબૂત પાયો પૂરો પાડે છે.

આ પ્રયાસનું એક મુખ્ય પ્રેરક બળ સમર્થ (SAMARTH) છે, જેની સ્થાપના સેમિકન્ડક્ટર વર્કફોર્સ ડેવલપમેન્ટ, એપ્લાઇડ રિસર્ચ, ટેકનોલોજી ઇનોવેશન અને ઇન્ડસ્ટ્રીયલ કૌશલ્ય સાધવા આઈઆઈટી ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. નવી તાઇવાની ભાગીદારી દ્વારા સમર્થ (SAMARTH) અને આઈઆઈટી ગાંધીનગરના શૈક્ષણિક કાર્યક્રમોને સેમિકન્ડક્ટર શિક્ષણ, સંશોધન અને ઉત્પાદનમાં તાઇવાનની વ્યાપક વિશેષજ્ઞતા સાથે જોડવાની અપેક્ષા છે.

મુલાકાત દરમિયાન, આઈઆઈટી ગાંધીનગરનું ડેલિગેશન નેશનલ ચેંગ કંગ યુનિવર્સિટી, નેશનલ યાંગ મિંગ ચિયાઓ તુંગ યુનિવર્સિટી, તાઇવાન ટેક, તાઇપેઈ ટેક અને નેશનલ સેન્ટ્રલ યુનિવર્સિટીની સાથે તાઇવાન સેમિકન્ડક્ટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (TSRI) અને પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન (PSMC) જેવી સંસ્થાઓ સાથે પણ જોડાણ કરી રહ્યું છે. આ ક્રિયાપ્રતિક્રિયાઓથી સંયુક્ત સંશોધન, સંસ્થાકીય વિનિમય, વિશિષ્ટ તાલીમ અને લાંબા ગાળાના ટેકનોલોજી સહયોગ માટે વધુ તકોની ઓળખ થવાની અપેક્ષા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande