કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોની સઘન પેટ્રોલિંગ: શંકાસ્પદ હિલચાલથી ડ્રોન-દાણચોરી સુધી બાજ નજર
કચ્છ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા વધુ મજબૂત બનાવવા કચ્છના દરિયાઈ વિસ્તારમાં પોલીસ અને મરીન કમાન્ડો દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરિયાઈ માર્ગે થતી સંભવિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દાણચોરી તેમજ નશીલા પદાર્થોની
મરીન કમાન્ડો દ્વારા દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ


મરીન કમાન્ડો દ્વારા દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ


મરીન કમાન્ડો દ્વારા દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ


મરીન કમાન્ડો દ્વારા દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ


મરીન કમાન્ડો દ્વારા દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ


કચ્છ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા વધુ મજબૂત બનાવવા કચ્છના દરિયાઈ વિસ્તારમાં પોલીસ અને મરીન કમાન્ડો દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરિયાઈ માર્ગે થતી સંભવિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દાણચોરી તેમજ નશીલા પદાર્થોની હેરાફેરી પર નજર રાખવાના હેતુથી કોટેશ્વર મરીન સેક્ટરની ટીમોએ સંયુક્ત કામગીરી હાથ ધરી હતી.

રાજ્યમાં દરિયાઈ સુરક્ષાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને મરીન સેક્ટરના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તા. 24 સપ્ટેમ્બર, 2026ના રોજ આ વિશેષ પેટ્રોલિંગ યોજાયું હતું. કચ્છના દરિયાકાંઠાના બેબી કા કુવા વિસ્તારથી હિરણા તરફના આશરે પાંચ કિલોમીટરથી વધુ વિસ્તારમાં પોલીસ ટીમો અને મરીન કમાન્ડોએ પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું.

આ કામગીરી દરમિયાન દરિયાકાંઠાના એવા વિસ્તારોને ખાસ ધ્યાને લેવામાં આવ્યા હતા જ્યાંથી શંકાસ્પદ વ્યક્તિઓ અથવા વસ્તુઓની અવરજવર થવાની શક્યતા રહે છે. મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા કાંઠા વિસ્તારના શંકાસ્પદ સ્થળો, અવાવરૂ વિસ્તારો તેમજ આસપાસના માર્ગોનું ઝીણવટપૂર્વક ચેકિંગ કરવામાં આવ્યું હતું.

પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનો ઉપરાંત દરિયામાં કે કાંઠા નજીક જોવા મળતી બોટોની પણ તપાસ કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ્સના પેકેટ, અજાણી બેગ, શંકાસ્પદ વસ્તુઓ અથવા ડ્રોન જેવી કોઈપણ અસામાન્ય હિલચાલ અંગે સતત સતર્ક રહેવામાં આવ્યું હતું. સાથે જ દરિયાઈ માર્ગે થતી દાણચોરી અને કેફી પદાર્થોની હેરાફેરીને અટકાવવા માટે પણ જરૂરી તકેદારી રાખવામાં આવી હતી.

કોટેશ્વર મરીન સેક્ટરના નાયબ પોલીસ અધિક્ષક બી.કે. ઝાલા, હેડ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ઝાલા, પી.એસ.આઈ. તેમજ મરીન કમાન્ડોની ટીમોએ સંયુક્ત રીતે આ કામગીરીમાં ભાગ લીધો હતો. કચ્છના સંવેદનશીલ દરિયાકાંઠા વિસ્તારમાં આવી સઘન પેટ્રોલિંગ કામગીરીને કારણે સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવવામાં આવી છે. દરિયાઈ સીમા અને કાંઠા વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ હિલચાલ સામે તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande