મુન્દ્રામાં શિક્ષણ અને સંસ્કૃતિનો સંગમ: મોઢ બ્રાહ્મણ સમાજે 64 પ્રતિભાશાળી બાળકોને બિરદાવ્યા
કચ્છ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : તાલુકા સમસ્ત મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે પોતાની પ્રતિભા દર્શાવનાર બાળકોને પ્રોત્સાહન આપવા સરસ્વતી સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ
મોઢ બ્રાહ્મણ સમાજ નો સરસ્વતી સન્માન કાર્યક્રમ


કચ્છ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : તાલુકા સમસ્ત મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે પોતાની પ્રતિભા દર્શાવનાર બાળકોને પ્રોત્સાહન આપવા સરસ્વતી સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના બાળકોમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધે અને તેમની છુપાયેલી પ્રતિભાને યોગ્ય પ્રોત્સાહન મળે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહ દરમિયાન વર્ષ 2025-26 દરમિયાન વિવિધ પરીક્ષાઓમાં સફળતા મેળવનાર કુલ 44 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરી તેમની સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. આ સાથે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાની કલા અને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કરનાર 20 બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમ, શિક્ષણ અને સંસ્કૃતિ એમ બંને ક્ષેત્રમાં પ્રતિભા દર્શાવનાર કુલ 64 બાળકોને સન્માન આપી તેમની હિંમત વધારવામાં આવી હતી.

સમારોહમાં જ્ઞાતિના મુખ્ય દાતાઓ નરેન્દ્રભાઈ આર. દવે, બાલમુકુંદ વી. દવે, રમેશચંદ્ર એમ. ભટ્ટ, કંદર્પભાઈ એસ. પંડ્યા, ગૌરાંગભાઈ આર. ત્રિવેદી, જયભાઈ એન. ભટ્ટ, દિપેશભાઈ એમ. પંડ્યા અને ભાવેશભાઈ એન. દવે સહિતના આગેવાનો તથા જ્ઞાતિજનોની ઉપસ્થિતિ રહી હતી.

આ પ્રસંગે ભુજ તાલુકા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ તરફથી વિશાલભાઈ ભટ્ટ, કૃતાર્થભાઈ ભટ્ટ, નિમેષભાઈ ભટ્ટ અને હેમલભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અંજાર તાલુકામાંથી નાનુભાઈ જોશી, દિનેશભાઈ જોશી અને અતુલભાઈ ઉપાધ્યાયે હાજરી આપી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા નરેન્દ્રભાઈ દવે, ગૌરાંગભાઈ ત્રિવેદી, પ્રકાશભાઈ દવે, હર્ષભાઈ દવે, મહેન્દ્રભાઈ ત્રિવેદી, અભયભાઈ ત્રિવેદી સહિતના આગેવાનો અને કાર્યકરોએ આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મહિલાઓમાં માધવીબેન ત્રિવેદી, રિદ્ધિબેન ત્રિવેદી અને જીજ્ઞાબેન દવે સહિતે પણ વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો. વિપુલભાઈ ભટ્ટ સહિતના કાર્યકરોની મહેનતથી સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande