2004થી અવિરત સેવા: પાનસરના રિક્ષાચાલકોના કેમ્પમાં 10થી 12 હજાર માઈભક્તોને સેવા
મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) ભાદરવી પૂનમના મેળાને પગલે અંબાજી તરફ જતા પદયાત્રીઓ માટે ગોજારિયા-વિસનગર હાઇવે પર સાઈ ફાર્મ નજીક પાનસરની જય અંબે રિક્ષા સેવા સમિતિ દ્વારા છેલ્લા 22 વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2004થી શરૂ થયેલી આ સેવા
2004થી અવિરત સેવા: પાનસરના રિક્ષાચાલકોના કેમ્પમાં 10થી 12 હજાર માઈભક્તોને સેવા

2004થી અવિરત સેવા: પાનસરના રિક્ષાચાલકોના કેમ્પમાં 10થી 12 હજાર માઈભક્તોને સેવા

2004થી અવિરત સેવા: પાનસરના રિક્ષાચાલકોના કેમ્પમાં 10થી 12 હજાર માઈભક્તોને સેવા

2004થી અવિરત સેવા: પાનસરના રિક્ષાચાલકોના કેમ્પમાં 10થી 12 હજાર માઈભક્તોને સેવા

2004થી અવિરત સેવા: પાનસરના રિક્ષાચાલકોના કેમ્પમાં 10થી 12 હજાર માઈભક્તોને સેવા

મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) ભાદરવી પૂનમના મેળાને પગલે અંબાજી તરફ જતા પદયાત્રીઓ માટે ગોજારિયા-વિસનગર હાઇવે પર સાઈ ફાર્મ નજીક પાનસરની જય અંબે રિક્ષા સેવા સમિતિ દ્વારા છેલ્લા 22 વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2004થી શરૂ થયેલી આ સેવા હવે 5 દિવસ સુધી ચાલે છે. કેમ્પમાં દર વર્ષે અંદાજે 10થી 12 હજાર પદયાત્રીઓ સેવા-સુવિધાનો લાભ લે છે.

કેમ્પમાં ચા, પાણી, ફૂલવડી, આઇસ્ક્રીમ તથા મહાપ્રસાદની સેવા આપવામાં આવે છે. પદયાત્રીઓ લાંબી મુસાફરી બાદ થાક દૂર કરી શકે તે માટે આરામની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 5 દિવસ દરમિયાન આશરે 200 કિલો મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.

જય અંબે રિક્ષા સેવા સમિતિ સાથે આશરે 50 રિક્ષાચાલકો જોડાયેલા છે. રિક્ષા ચલાવી રોજગારી કરતા આ સભ્યો ભાદરવી પૂનમ દરમિયાન પોતાની કામગીરીની સાથે સમય કાઢીને માઈભક્તોની સેવા કરે છે.

કેમ્પની શરૂઆત વર્ષ 2004માં ખૂબ નાના પાયે માત્ર ચા અને પાણીની સેવા સાથે કરવામાં આવી હતી. સમય જતાં પદયાત્રીઓની સંખ્યા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સેવાઓમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લાયન્સ ક્લબ ઓફ કલોલ અને સાઈ ફાર્મના સહયોગથી મેડિકલ સેવા કેમ્પ પણ રાખવામાં આવે છે, જેમાં પદયાત્રીઓને પ્રાથમિક સારવાર અને જરૂરી તબીબી મદદ પૂરી પાડવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande