100 પેટી સફરજનથી શરૂ થયેલી સેવા હવે રોજ 100 કિલો ગોટા સુધી પહોંચી, 48 કલાક ચાલે છે કેમ્પ
મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : અંબાજી તરફ જતા પદયાત્રાળુઓની સેવા માટે ગોઝારિયા-વિસનગર રોડ પર સાબરમતી જૈન દેરાસર રોડના વેપારી મિત્ર મંડળ દ્વારા અનોખો સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આશરે એક મહિના પહેલાં શરૂ થયેલી આ સેવામાં શરૂઆતમાં એક ટ્રકમાં 100
100 પેટી સફરજનથી શરૂ થયેલી સેવા હવે રોજ 100 કિલો ગોટા સુધી પહોંચી, 48 કલાક ચાલે છે કેમ્પ

100 પેટી સફરજનથી શરૂ થયેલી સેવા હવે રોજ 100 કિલો ગોટા સુધી પહોંચી, 48 કલાક ચાલે છે કેમ્પ

100 પેટી સફરજનથી શરૂ થયેલી સેવા હવે રોજ 100 કિલો ગોટા સુધી પહોંચી, 48 કલાક ચાલે છે કેમ્પ

100 પેટી સફરજનથી શરૂ થયેલી સેવા હવે રોજ 100 કિલો ગોટા સુધી પહોંચી, 48 કલાક ચાલે છે કેમ્પ

મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : અંબાજી તરફ જતા પદયાત્રાળુઓની સેવા માટે ગોઝારિયા-વિસનગર રોડ પર સાબરમતી જૈન દેરાસર રોડના વેપારી મિત્ર મંડળ દ્વારા અનોખો સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આશરે એક મહિના પહેલાં શરૂ થયેલી આ સેવામાં શરૂઆતમાં એક ટ્રકમાં 100 પેટી સફરજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમય સાથે સેવાનો વ્યાપ વધતા હવે કેમ્પમાં રોજ 100 કિલોથી વધુ ગોટાનું વિતરણ કરવામાં આવે છે.

48 કલાક સતત ચાલતા આ કેમ્પમાં પદયાત્રાળુઓ માટે 60 કિલોથી વધુ ખીચડી ઉપરાંત ભજીયા અને અન્ય નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. થાકેલા શ્રદ્ધાળુઓ માટે આરામ કરવાની જગ્યા તેમજ મેડિકલ સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

સાબરમતી જૈન દેરાસર રોડના અલગ અલગ વેપારીઓ એકત્ર થઈને આ સેવા કાર્ય ચલાવી રહ્યા છે. અંબાજી તરફ પગપાળા જતા શ્રદ્ધાળુઓ કેમ્પ ખાતે રોકાઈને નાસ્તો અને ભોજન મેળવી થોડો આરામ કરી આગળની યાત્રા કરે છે. મોટી સંખ્યામાં પદયાત્રાળુઓ અહીં પહોંચતા હોવાથી વેપારી મિત્ર મંડળના સ્વયંસેવકો દ્વારા દિવસ-રાત સેવા આપવામાં આવી રહી છે.

સફરજનના વિતરણથી શરૂ થયેલી સેવા હવે ભોજન, નાસ્તા, મેડિકલ અને આરામ સહિતની વિવિધ સુવિધાઓ સુધી વિસ્તરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande