4,000 કિલો દહીંથી બને છે લસ્સી, 4 દિવસમાં 1 લાખથી વધુ ગ્લાસનું વિતરણ
મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) ભાદરવી પૂનમના મેળામાં અંબાજી તરફ જતા પદયાત્રીઓ માટે અમદાવાદના વસ્ત્રાલ માધવનગરના ગ્રુપ દ્વારા છેલ્લા 4 વર્ષથી લસ્સી સેવા કેમ્પ ચલાવવામાં આવે છે. કેમ્પમાં દરરોજ આશરે 800 કિલો દહીંમાંથી લસ્સી તૈયાર કરવામાં આવે છે અને હજા
4,000 કિલો દહીંથી બને છે લસ્સી, 4 દિવસમાં 1 લાખથી વધુ ગ્લાસનું વિતરણ


4,000 કિલો દહીંથી બને છે લસ્સી, 4 દિવસમાં 1 લાખથી વધુ ગ્લાસનું વિતરણ


4,000 કિલો દહીંથી બને છે લસ્સી, 4 દિવસમાં 1 લાખથી વધુ ગ્લાસનું વિતરણ


મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) ભાદરવી પૂનમના મેળામાં અંબાજી તરફ જતા પદયાત્રીઓ માટે અમદાવાદના વસ્ત્રાલ માધવનગરના ગ્રુપ દ્વારા છેલ્લા 4 વર્ષથી લસ્સી સેવા કેમ્પ ચલાવવામાં આવે છે. કેમ્પમાં દરરોજ આશરે 800 કિલો દહીંમાંથી લસ્સી તૈયાર કરવામાં આવે છે અને હજારો માઈભક્તોને વિનામૂલ્યે પીરસવામાં આવે છે. 4 દિવસ દરમિયાન આશરે 3,200થી 4,000 કિલો દહીંનો ઉપયોગ થાય છે અને 1 લાખથી વધુ ગ્લાસ લસ્સીનું વિતરણ કરવામાં આવે છે.

મહેન્દ્રભાઈ પટેલ સહિત 30થી 40 ભાઈ-બહેનો આ સેવામાં જોડાય છે. અલગ-અલગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અંબાજીની પદયાત્રા દરમિયાન એકસાથે આવી સેવા આપે છે. કોઈ પાર્લર, ફેક્ટરી કે મેડિકલ ક્ષેત્રે કામ કરે છે તો કોઈ ખેડૂત-મજૂરી સાથે જોડાયેલા છે.

મહેન્દ્રભાઈના જણાવ્યા મુજબ, 4 મિત્રો સાથે અંબાજી જતા સમયે લસ્સી સેવા શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. અગાઉ ગ્રુપ દ્વારા ડાકોરમાં લસ્સી સેવા કરવામાં આવતી હતી. ત્યારબાદ અંબાજી માર્ગ પર પદયાત્રીઓની મોટી સંખ્યા જોતા અહીં સેવા શરૂ કરવામાં આવી.

કેમ્પની ખાસિયત એ છે કે લસ્સી બહારથી તૈયાર કરાવીને લાવવામાં આવતી નથી. સભ્યો પોતે દહીંમાંથી લસ્સી તૈયાર કરી પદયાત્રીઓને પીરસે છે. લાંબી પદયાત્રા બાદ મળતો ઠંડો લસ્સીનો ગ્લાસ માઈભક્તો માટે રાહતરૂપ બને છે. સેવા માટેની તૈયારીઓ આશરે 1 મહિના અગાઉથી શરૂ કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande