સાવગિરી તીર્થધામ ખાતે માહિતી કચેરીના કર્મચારીઓએ કર્યું શ્રમદાન
મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દેદીયાસણ સ્થિત સાવગિરી તીર્થધામ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. કર્મચારીઓએ મંદિર પરિસર, બગીચા અને આસપાસ
સાવગિરી તીર્થધામ ખાતે માહિતી કચેરીના કર્મચારીઓએ કર્યું શ્રમદાન


મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દેદીયાસણ સ્થિત સાવગિરી તીર્થધામ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. કર્મચારીઓએ મંદિર પરિસર, બગીચા અને આસપાસના જાહેર રસ્તાઓમાં શ્રમદાન કરી કચરો દૂર કર્યો હતો.

અભિયાન દરમિયાન માહિતી કચેરીના કર્મયોગીઓએ મંદિરના મુખ્ય પરિસરની સફાઈ કરી હતી. તીર્થધામની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓને સ્વચ્છ અને પવિત્ર વાતાવરણ મળી રહે તે માટે મંદિર પરિસરમાંથી વેરવિખેર પડેલો કચરો એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંદિરની બાજુમાં આવેલા જાહેર બગીચા અને આસપાસના રસ્તાઓમાં પણ સફાઈ હાથ ધરવામાં આવી હતી.

સફાઈ દરમિયાન બગીચા અને જાહેર માર્ગો પરથી કચરો એકઠો કરીને વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો. કર્મચારીઓએ શ્રમદાન દ્વારા ધાર્મિક તથા જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અને નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો સંદેશ આપ્યો હતો.

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી આ પ્રવૃત્તિમાં સરકારી કામગીરીની સાથે સામાજિક જવાબદારી નિભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande