કહીપુરમાં સેવા સેતુ કાર્યક્રમમાં 1589 અરજીઓનો સ્થળ પર જ નિકાલ
મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : વડનગર તાલુકાના કહીપુર ગામે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મહેસૂલ, પંચાયત અને આરોગ્ય સહિતના વિવિધ વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન વિવિધ સ
કહીપુરમાં સેવા સેતુ કાર્યક્રમમાં 1589 અરજીઓનો સ્થળ પર જ નિકાલ


મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : વડનગર તાલુકાના કહીપુર ગામે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મહેસૂલ, પંચાયત અને આરોગ્ય સહિતના વિવિધ વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન વિવિધ સેવાઓ માટે આવેલી કુલ 1589 અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન આવકના 200 દાખલા, જન્મ-મરણના 132 પ્રમાણપત્રો અને મિલકત આકારણીના 128 ઉતારા સ્થળ પર જ આપવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા 123 નાગરિકોને હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ આપવામાં આવ્યા હતા, જ્યારે પશુધનની સારવાર માટેની 85 અરજીઓનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત આધાર કાર્ડ અપડેટ, પીએમજેએમવાય સહિતની વિવિધ સેવાઓનો લાભ નાગરિકોને આપવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઈ-કેવાયસી, આઈસીડીએસ અંતર્ગત બાળકોના આધાર કાર્ડ તથા વિવિધ સામાજિક કલ્યાણની યોજનાઓ અંગે પણ કામગીરી હાથ ધરાઈ હતી.

સેવા સેતુ કાર્યક્રમમાં વડનગરના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી અધિકારીઓએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande