કડીના વાહનચોરીના બે ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ટ્રેક્ટર અને મોટરસાઇકલ ચોરીના બે ગુનામાં નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે નંદાસણ ત્રણ રસ્તા પરથી ઝડપી પાડ્યો છે. આરોપીની ઓળખ પ્રફુલ્લભાઈ નેમાભાઈ નાગજીભાઈ ઠાકોર (મકવાણા), ઉંમર 40, મૂ
કડીના વાહનચોરીના બે ગુનામાં નાસતા ફરતો આરોપી ઝડપાયો


મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ટ્રેક્ટર અને મોટરસાઇકલ ચોરીના બે ગુનામાં નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે નંદાસણ ત્રણ રસ્તા પરથી ઝડપી પાડ્યો છે. આરોપીની ઓળખ પ્રફુલ્લભાઈ નેમાભાઈ નાગજીભાઈ ઠાકોર (મકવાણા), ઉંમર 40, મૂળ સાંતલપુર તાલુકાના ઝાઝમ અને હાલ કડી તરીકે થઈ છે.

મહેસાણા જિલ્લામાં મિલકત, શરીર સંબંધિત અને પ્રોહિબિશનના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચનાથી LCB દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાની સૂચના હેઠળ LCBની ટીમો દ્વારા જિલ્લામાં પેટ્રોલિંગ અને આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી હતી.

દરમિયાન PSI એ.ડી. કાકરેચા, ASI પિયુષભાઈ નગીનભાઈ તથા પોલીસ કર્મચારીઓ નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમયે ASI પિયુષભાઈ અને PC વિશ્વનાથસિંહને બાતમી મળી હતી કે કડી પોલીસ સ્ટેશનના બે વાહનચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી નંદાસણ ત્રણ રસ્તા ખાતે ઉભો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી આરોપીને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો.

કડી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) હેઠળ ટ્રેક્ટર તથા મોટરસાઇકલ ચોરીના બે ગુના નોંધાયેલા છે. ઝડપાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે કડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande