પ્લાસ્ટિકને ‘ના’, પર્યાવરણને ‘હા’: અંબાજી સેવા કેમ્પમાં સ્ટીલના વાસણોથી પદયાત્રીઓની સેવા
મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાદરવી પૂનમના મેળામાં અંબાજી તરફ જતા માઈભક્તો માટે વડોદરા-અમદાવાદના જય અંબે સેવા કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવતા સેવા કેમ્પમાં ભોજન સાથે પર્યાવરણ સંરક્ષણ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. કેમ્પમાં ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપ
પ્લાસ્ટિકને ‘ના’, પર્યાવરણને ‘હા’: અંબાજી સેવા કેમ્પમાં સ્ટીલના વાસણોથી પદયાત્રીઓની સેવા


પ્લાસ્ટિકને ‘ના’, પર્યાવરણને ‘હા’: અંબાજી સેવા કેમ્પમાં સ્ટીલના વાસણોથી પદયાત્રીઓની સેવા


પ્લાસ્ટિકને ‘ના’, પર્યાવરણને ‘હા’: અંબાજી સેવા કેમ્પમાં સ્ટીલના વાસણોથી પદયાત્રીઓની સેવા


મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાદરવી પૂનમના મેળામાં અંબાજી તરફ જતા માઈભક્તો માટે વડોદરા-અમદાવાદના જય અંબે સેવા કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવતા સેવા કેમ્પમાં ભોજન સાથે પર્યાવરણ સંરક્ષણ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. કેમ્પમાં ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ ઘટાડીને પદયાત્રીઓને ચા અને ભોજન પીરસવા માટે 1,000થી વધુ સ્ટીલના ગ્લાસ અને 1,000થી વધુ સ્ટીલની થાળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. વાસણો ઉપયોગ બાદ ધોઈને ફરી ઉપયોગમાં લેવાય છે.

કેમ્પના જયમીન પટેલના જણાવ્યા મુજબ, પાણીપુરી માટે ડાંગના ધરમપુર વિસ્તારમાંથી મંગાવવામાં આવતા પાનના પતરાળા અને વાટકીઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. દર વર્ષે આશરે 1.5 લાખ પતરાળાનો ઉપયોગ થાય છે. કુદરતી સામગ્રીમાંથી બનેલા પતરાળાના ઉપયોગથી પ્લાસ્ટિક અને ડિસ્પોઝેબલ વસ્તુઓનો કચરો ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.

કેમ્પમાં બહારના રસોઈયાઓને બદલે ટીમના સભ્યો જાતે જ રસોઈથી લઈને ભોજન પીરસવા સુધીની કામગીરી સંભાળે છે. વડોદરા, અમદાવાદ, સુરત અને મુંબઈ સહિતના શહેરોના સભ્યો કેમ્પ સાથે જોડાય છે. મુખ્ય ટીમમાં આશરે 15 સભ્યો રહે છે.

કેમ્પની તૈયારીઓ શ્રાવણ મહિનાથી શરૂ થાય છે અને સ્થળની મુલાકાત, મંડપ તથા વરસાદ અને રસ્તાની સ્થિતિ સહિતની વ્યવસ્થા અગાઉથી કરવામાં આવે છે. પદયાત્રીઓની પરત યાત્રા દરમિયાન રાત્રિ સેવા માટે અલગ નાઈટ ટીમ પણ કાર્યરત રહે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande