ઊંઝામાં બે ચોરીના એક્ટિવા સાથે આરોપી ઝડપાયો, મુદ્દામાલ રિકવર
મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી એક્ટિવા ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલી પોલીસે આરોપીને બે ચોરીના એક્ટિવા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ.65 હજારની કિંમતનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિલકત
ઊંઝામાં બે ચોરીના એક્ટિવા સાથે આરોપી ઝડપાયો, રૂ.65 હજારનો મુદ્દામાલ રિકવર


મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી એક્ટિવા ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલી પોલીસે આરોપીને બે ચોરીના એક્ટિવા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ.65 હજારની કિંમતનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા માટે મહેસાણા પોલીસ અધિકારીઓની સૂચના આધારે ઊંઝા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. સોલંકીની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન પો.સબ.ઇન્સ. એમ.કે. કાપડીયા અને એ.એસ.આઇ રજનીકાંત બાબુલાલને બાતમી મળી હતી કે, કામલી ગામ તરફ જતા માર્ગ પર ખોડિયાર માતા મંદિર પાસે એક વ્યક્તિ નંબર પ્લેટ વગરનું બ્લુ કલરનું એક્ટિવા લઈને આવવાનો છે.

પોલીસે વોચ ગોઠવી હર્ષદજી દાનસંગજી દીવાનજી ઠાકોર, રહે. ઊંઝા,ને અટકાવી પૂછપરછ કરી હતી. તપાસમાં બ્લુ કલરનું એક્ટિવા નં. GJ-02-DS-6663 રમણવાડી ચોક ખાતેથી ચોરાયેલું હોવાનું સામે આવ્યું હતું. વધુ પૂછપરછમાં આરોપીએ ઊંઝા બસ સ્ટેશન પાર્કિંગમાંથી સફેદ કલરનું એક્ટિવા નં. GJ-02-EE-1757 ચોર્યાની કબૂલાત આપી હતી.

આ એક્ટિવા કામલી ગામની સીમમાંથી રિકવર કરવામાં આવ્યું હતું. બંને એક્ટિવા મળી રૂ.65 હજારનો મુદ્દામાલ કબજે કરી પોલીસે બંને ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande