ઉમતા ગામે પદયાત્રીઓ માટે અનોખી સેવા, રોજ 35થી 40 હજાર કપ આઇસ્ક્રીમનું વિતરણ
મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) ભાદરવી પૂનમના અંબાજી મહામેળાને પગલે અંબાજી તરફ જતા પદયાત્રીઓની સેવા માટે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉમતા ગામે અનોખો આઇસ્ક્રીમ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. ઉમતા ગામના ટાવર ચોક ખાતે શ્રી ગાયત્રી બાળ મંડળ અને 80
ઉમતા ગામે પદયાત્રીઓ માટે અનોખી સેવા, રોજ 35થી 40 હજાર કપ આઇસ્ક્રીમનું વિતરણ


ઉમતા ગામે પદયાત્રીઓ માટે અનોખી સેવા, રોજ 35થી 40 હજાર કપ આઇસ્ક્રીમનું વિતરણ


મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) ભાદરવી પૂનમના અંબાજી મહામેળાને પગલે અંબાજી તરફ જતા પદયાત્રીઓની સેવા માટે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉમતા ગામે અનોખો આઇસ્ક્રીમ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. ઉમતા ગામના ટાવર ચોક ખાતે શ્રી ગાયત્રી બાળ મંડળ અને 80 ઘર પરિવાર દ્વારા 4 દિવસીય મેડિકલ અને આઇસ્ક્રીમ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કેમ્પમાં ગરમીમાં પદયાત્રીઓને રાહત મળે અને લાંબી પદયાત્રા દરમિયાન થાક દૂર થાય તે માટે દરરોજ આશરે 35થી 40 હજાર કપ આઇસ્ક્રીમનું વિતરણ કરવામાં આવે છે. મોટી સંખ્યામાં માઈભક્તો ઉમતા ગામમાંથી પસાર થતાં હોવાથી કેમ્પ ખાતે સતત પદયાત્રીઓની અવરજવર જોવા મળી રહી છે.

આ સેવા કેમ્પમાં આઇસ્ક્રીમ વિતરણની સાથે પદયાત્રીઓ માટે મેડિકલ સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. લાંબી પદયાત્રા દરમિયાન કોઈને સામાન્ય તકલીફ થાય તો જરૂરી પ્રાથમિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

કેમ્પની કામગીરીમાં ઉમતા ગામના યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા છે. દિવસ-રાત સેવાભાવી લોકો ટીમ બનાવીને પદયાત્રીઓ માટે આઇસ્ક્રીમ વિતરણ અને મેડિકલ સેવાની કામગીરી સંભાળી રહ્યા છે. ભાદરવી પૂનમના મેળામાં ઉમતા ગામે ચાલતો આ સેવા કેમ્પ પદયાત્રીઓ માટે ગરમીમાં ઠંડક અને રાહત આપતી સેવાનું માધ્યમ બન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande