
પોરબંદર, 24 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર સાયકલિંગ ક્લબ દ્વારા પોરબંદરથી
દ્વારકા સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું
છે.રમતગમત સાથે તંદુરસ્તી, મિત્રતા, એકતા અને પર્યાવરણ
જાગૃતિના સંદેશ સાથે યોજાનારી આસાયકલ યાત્રામાં બે દિવસ દરમિયાન અંદાજે 200 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. સાયકલ સવારો 3 ઓક્ટોબર, શનિવારે સાંજે 5:15 કલાકે પોરબંદરના સુદામા મંદિર ખાતેથી દ્વારકા
તરફ પ્રસ્થાન કરશે. પોરબંદરથી દ્વારકા
સુધીનું આશરે 100 કિલોમીટરનું અંતર સાયકલ દ્વારા પૂર્ણ
કરવામાં આવશે. યાત્રા દરમિયાન નિર્ધારિત સ્થળોએ વિરામ, રિફ્રેશમેન્ટ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. દ્વારકા ખાતે રાત્રિ રોકાણ બાદ 4 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે સાયકલ સવારો દ્વારકાથી પોરબંદર તરફ પરત ફરશે. ક્લબ દ્વારા નિયમિત
સાયકલિંગ, શારીરિક તંદુરસ્તી અને સ્વસ્થ
જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના હેતુથી આ રાઈડનું
આયોજન કરવામાં આવ્યું છે. ક્લબના “One for All • All for One” સૂત્ર સાથે યોજાનારી આ યાત્રામાં સાયકલ સવારો સામૂહિક રીતે યાત્રા પૂર્ણ
કરશે.ઇચ્છુક સાયકલ સવારો 25 સપ્ટેમ્બર 2026 સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજીસ્ટ્રેશન
માટે આકાશ લાખાણી તથા હાર્દિક રુઘાણીનો સંપર્ક
કરી શકાશે.ક્લબના પ્રમુખ ધવલ રાયચુરા, આકાશ લાખાણી, હાર્દિક રુઘાણી સહિતના સભ્યો દ્વારા
આયોજન માટે કામગીરી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya